ગાંધીગ્રામમાં સગર્ભાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પાંચ માસની ગર્ભવતી પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ પત્નીને તેના ભાઈના ઘરે…

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પાંચ માસની ગર્ભવતી પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ પત્નીને તેના ભાઈના ઘરે મોકલવા બસની ટિકિટ બુક કરાવવા બહાર ગયો હતો અને પરત ફરતાં જ પત્નીને રસોડામાં લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ બની ગયો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગર શેરી નંબર-3, લાખના બંગલા પાસે રહેતી કવિબેન હેમંતભાઈ ચેતરિયા(ઉ.વ.28) એ બપોરના સમયે પોતાના ઘરે રસોડામાં પંખા સાથે કપડાં સૂકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક કવિબેનને પાંચ માસનો ગર્ભ હતો અને તેમને સંતાનમાં એક નાની દીકરી છે. તેમના પતિ હેમંતભાઈ ખાનગી બેંકમાં નોકરી કરે છે. કવિબેનને પોતાના ભાઈના ઘરે આણંદ જવું હોવાથી પતિ બસની ટિકિટ બુક કરાવવા બહાર ગયા હતા. થોડા સમય બાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે રસોડામાં પત્નીને લટકતી હાલતમાં હચમચી ગયા હતા. બનાવની જોઈ જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.બી.પટેલ સહિતના સ્ટાફે સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *