આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીના છાત્રનો પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આપઘાત

શહેરની ભાગોળે આવેલા ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં છાત્રએ પ્રેમ પ્રકરણને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી…

શહેરની ભાગોળે આવેલા ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં છાત્રએ પ્રેમ પ્રકરણને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં મૂળ પુનાના આયુષ રૂૂસ્તમભાઈ દરાડે (ઉ.વ.19)એ રાત્રે હોસ્ટેલમાં પોતાના રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

જાણ થતા ગૃહપતિ તથા અન્ય છાત્રો દોડી આવ્યા હતા. દરવાજો તોડી આયુષને નીચે ઉતારી 108ને જાણ કરી હતી. જેના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરાત થતાં આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ પઢેરીયા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને સિવીલ હોસ્પિટલમાં ખસેડાર્યો હતો. સાથો-સાથ પરિવારના સભ્યોને જાણ કરતાં રાજકોટ આવી પહોંચ્યા હતા.

પ્રાથમિક તપાસમાં આયુષના રૂમ પાર્ટનર્સ વેકેશન પડી જતાં પોતાના ઘરે જતા રહ્યા હતા. હાલ માત્ર એક રૂમ પાર્ટનર હતો. જે બહાર ગયા બાદ પાછળથી એકલા પડેલા આયુષે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેનો રૂૂમ પાર્ટનર રાત્રે આવતાં દરવાજો ખટખટાવ્યો હતો. જે નહીં ખુલતાં વેન્ટીલેશનમાંથી જોતા આયુષ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આયુષના પિતા પ્રોફેસર છે. તે છેલ્લા બે વર્ષથી આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેની હોસ્ટેલમાં જ રહેતો હતો. એક છાત્રા સાથે પ્રેમ સંબંધ હતો, જેની સાથે મનદુ:ખ થતાં લાગી આવતાં આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *