Connect with us

ગુજરાત

2005 અગાઉના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

Published

on

બે વર્ષ બાદ બીજી વખત સરકારનો નિર્ણય, 60 હજાર કર્મચારીઓ માટે ઝડપથી પરિપત્ર બહાર પાડવાની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તો બીજી તરફ વરસાદથી થયેલી નુકસાન અંગે સર્વે કામગીરી ની માહિતી મેળવવામાં આવી હતી.


આ ઉપરાંત , પ્રધાનમંત્રી મોદીને સત્તા સંભાળ્યાના 23 વર્ષ થતા ઉજવણી અંગે ચર્ચા તેમજ વર્ષ 2005 અગાઉ જે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળી રહ્યો તો તેવા કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેમજ સરકારી કર્મચારીઓની અન્ય માંગણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવ્યો હતો. ચર્ચાને અંતે રાજ્ય સરકારે વર્ષ 2005 અગાઉના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ સમાવેશ કરવા માટે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી જગદીશ પંચાલ, રાજ્ય કક્ષા મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા હતા.


આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7 ઓકટોબર, 2001 ના રોજ સત્તા સંભાળી હતી. આ સત્તા સંભાળ્યા બાદ વી રાજનીતિ નો ઉદય ગુજરાત થી થયો છે. ગુજરાતમાં નવતર અભિગમ સાથે માર્ગ 2014 સુધી માર્ગદર્શન મળ્યું અને હજુ પણ મળી રહ્યું છે ત્યારે વર્ષ 2014-2024 સુધી ગુજરાત ને નવા વિકાસ પથ પર મૂકી શક્યા છીએ.


ગુજરાતે જે કામ કર્યા તે કામ હવે દેશભરમાં થઈ રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ સહિતના તમામ મોડેલ દેશભરમાં પ્રચલિત પણ થયા છે. 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકસિત સપ્તાહનો એક કાર્યક્રમ યોજાશે. આ તમામ દિવસોમાં નવી નવી યોજના પર સમગ્ર ગુજરાત ને આંદોલિત કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રત્યેક ગામ સુધી તેમજ તમામ લોકો સુધી પહોંચી અને દસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ વિકાસ સપ્તાહ દરમિયાન 13 કાર્યક્રમ યોજવામાં આવશે. દર વર્ષે યોજાનારા વિકસિત સપ્તાહ કાર્યક્રમમાં મોદી ની વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક માધ્યમ દ્વારા વિકાસ ઉજવણી કરતા ગીત રજૂ કરવામાં આવશે, મોદી ની કામગીરી ની સફળ ગાથા, સોશિયલ મીડિયા ઝુંબેશ, સફળતા અને સિદ્ધિની ગાથા, શાળા કોલેજમાં વિકાસની થીમ પર કાર્યક્રમ, વિકાસ રથ, ગુજરાતના મહત્વના 23 સ્થળોને હાઈલાઈટ કરવા, ભીંત ચિત્રો બનાવવા વગેરે જેવા કાર્યક્રમની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. ચાલુ વર્ષે એટલે કે આવતી કાલથી જે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ તેમાં 23 નક્કી કરેલા સ્થળો પર પદયાત્રા, વકતૃત્વ સ્પર્ધા સહિતના અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે.


વિકસિત ભારત પ્રતિજ્ઞા આવતી કાલથી લેવામાં આવશે જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી – અધિકારીઓ કેબિનેટ હોલમાં બપોરે 12.39 વાગ્યે એકત્ર થશે. અટલ બિહારી વાજપેયીની યાદમાં ચાલી રહેલું સુશાસન સપ્તાહ ચા લુ જ રહેશે.


વધુમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી મંડળના વિવિધ આગેવાનો સાથે અલગ અલગ માંગણી સંદર્ભમાં 3 થી 4 વખત રજૂઆત સાંભળી હતી. આ રજૂઆતને અંતે 60254 કર્મચારીઓને સીધો ફાયદો થાય એ માટે નિર્ણય લીધો છે. 1-4-2005 પહેલા જે લોકો ફિક્સ પગારની નોકરી માં લાગ્યા હતા એમની નિમણૂંક અને હુકમની શરતો અનુસાર લાભ મળ્યા નહોતા. જો કે સરકારે આ અંગે સહાનુભૂતિ દાખવી નિર્ણય લીધો છે કે આવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે અને કેબિનેટે તેને વધાવ્યો છે.


સરકાર પર બોજ ભલે આવે પણ નિર્ણય મહત્વનો સાબિત થશે. આ ઉપરાંત સાતમા પગાર પંચની કેટલીક માંગણી પૈકી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તથા વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં આવશે.


અવસાન ગ્રેજ્યુઈટીની રકમમાં વધારો કરવામાં આવશે. રાજ્યની તિજોરી પર આશરે 200 કરોડનું ભારણ આવશે. જે અન્ય વિષયો બાકી રહ્યા છે તે વધારે અભ્યાસ બાદ નિર્ણય લેવામાં આવશે. આ અંગે તાત્કાલિક કમિટી બેસી ઝડપી નિર્ણય લેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અગાઉ જાહેરાત કરી એ સમયે બધી બાબતો વિચારાધીન હતી અને હવે નક્કી થઈ ગયું છે.

ગુજરાત

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Published

on

By

ગંદકી સબબ 85 આસામીઓને રૂા. 38,950નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 08/10/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 08/10/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 85 આસામીઓ પાસેથી 50.08 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 38950/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.


સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 34 આસામીઓ પાસેથી 14.935 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 9250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 29.075 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 15000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 32 આસામીઓ પાસેથી 6.07 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.14700 /-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Continue Reading

ગુજરાત

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

Published

on

By

રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ શીતલપાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, મૃતકના 15 દિવસ બાદ લગ્ન નક્કી થયા હતા. લગ્ન પૂર્વે જ યુવાને આ પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોચીનગર શેરી નં.6 પોલ્ટ નં.281માં રહેતા અફઝલ અઝીમભાઇ બેલીમ (ઉ.વ.39)એ પોતાના ઘરે છતનાં હુકમાં દૂપટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અફ્ઝલ કપડાનો ધંધો કરતો હતો અને પોતે અપરિણીત હતો આ ઘટનાને લઇ પોલીસે બનાવનું કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસમાં પીએસઆઇ ટી.ડી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, મૃતક અફઝલ બે ભાઇમાં નાનો હતો અને તેમના લગ્ન પંદર દિવસ બાદ નક્કી થયા હતા. યુવાનના મૃત્યુનું કારણ જાણવા પોલીસે મૃતકના પરિવારજનોન પૂછપરછ શરૂ કરી છે.

Continue Reading

ગુજરાત

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

Published

on

By

વકીલ નહીં રોકો તો લીગલમાંથી ફાળવી ટ્રાયલ ચલાવવાની કોર્ટની ટકોર બાદ આરોપીઓને વધુ સમય મળ્યો: 23મીએ સુનાવણી


દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની ત્રીજી મુદતમાં પણ 9 આરોપીઓએ વકીલો રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્વારા આગામી તા.8 સપ્ટેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. હવે આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસ મુદત પડી છે.


વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો.

જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.10 મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. આગામી તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય 9 આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.8 ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી છે. જેથી આરોપીઓને વકીલ રોકવા માટેનો વધુ સમય મળ્યો છે.


આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Continue Reading
રાષ્ટ્રીય2 hours ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

મનોરંજન3 hours ago

‘ભૂલ ભુલૈયા 3’માં ‘મંજુલિકા’ના કમબેકથી ખુશ વિદ્યા બાલન,જાણો કોણે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રીય3 hours ago

ચકચારી રૂપ કંવર સતી કેસના 37 વર્ષ બાદ આવ્યો કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ, પતિની ચિતા સાથે યુવતીને જીવતી સળગાવી

ગુજરાત3 hours ago

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

ગુજરાત3 hours ago

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

ગુજરાત3 hours ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત3 hours ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત3 hours ago

જાહેર માર્ગો પર નડતરરૂપ 584 રેંકડી, કેબિન, બોર્ડ-બેનરો જપ્ત

આંતરરાષ્ટ્રીય3 hours ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત3 hours ago

રાજકોટ રેલવે ડિવિઝન પર 1.16 લાખ મુસાફરોએ QR કોડ દ્વારા બુક કરી 1.33 કરોડની ટિકિટો

રાષ્ટ્રીય1 day ago

આવતા અઠવાડિયે આવશે દેશ માં સૌથી મોટો આઈપીઓ ,તો જાણો કેટલી હશે એક શેરની કિંમત

ગુજરાત1 day ago

વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO

મનોરંજન1 day ago

માંડ માંડ બચી તુલસી કુમાર!!! શૂટિંગ દરમિયાન સિંગર પર પડી દીવાલ, જુઓ VIDEO

રાષ્ટ્રીય7 hours ago

પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO

ગુજરાત1 day ago

ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો

રાષ્ટ્રીય1 day ago

ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો

ગુજરાત1 day ago

કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત

ગુજરાત1 day ago

RTO દ્વારા ટુ વ્હિલર માટે GJ-03-NSમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરનું ઓક્શન

ગુજરાત1 day ago

દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દીધાની ઐશ્ર્વર્ય હોસ્પિટલના તબીબો સામે પોલીસમાં અરજી

આંતરરાષ્ટ્રીય1 day ago

શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, ઈઝરાયલને ઘેરવાની તૈયારી?

Trending