ગાયત્રી આશ્રમ ગધેથળ ના પુ.લાલબાપૂ નાતંદુરસ્તી ને કારણે ભક્તો મા ચિંતા વ્યાપી છે ત્યારે આ સમયે સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા ગધેથળ ગાયત્રી આશ્રમના સ્થાપક પ્રાત: સ્મરણીય પૂ લાલબાપુ તેમના અમૂલ્ય ઉપદેશો, લાખો દર્દીઓને સારવાર આપી માનવસેવા નું ઉમદા કાયે કરી રહ્યા છે.
સનાતન ધર્મના પ્રચાર અને કરુણા સભર સેવાકીય કાર્યો દ્વારા અસંખ્ય લોકોના દુ:ખ દર્દ દૂર કરી લાખો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે માં ગાયત્રી માતાજી એ આરોગ્ય અને પ્રાણ શક્તિના દેવી છે ત્યારે પૂ લાલબાપુ ની તંદુરસ્તી માટે સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પૈડા, દિનેશભાઈ રાણીંગા, મનુભાઈ બારોટ, જીવનભાઈ વાઢેર દ્વારા જગત જનની વેદમાતા ગાયત્રી માતાજીના ચરણોમાં દિવ્ય પ્રાર્થના. કરેલ પૂ બાપુ પર અસીમ કૃપા વરસાવો દીર્ઘાયુ બક્ષો તેવી પ્રાર્થના કરેલ અને ફૂલહાર ઉપવસ્ત્રથી લાલબાપ, રાજુ બાપુ, દોલુ બાપુ પ્રાર્થના કરેલ.
વિદ્વાન ભૂદેવો ભાવેશભાઈ પંડ્યા, હિતેશભાઈ જોશી, હિતેશભાઈ ભટ્ટ, દીપકભાઈ ઠાકર દ્વારા ગાયત્રી મહામંત્ર નો જાપ તથા વૈદિક સંસ્કૃતના પવિત્ર શ્ર્લોકોના જાપથી વાતાવરણમાં પવિત્ર અને સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો લાલબાપુના નીરોગી સ્વાસ્થ્ય માટે ભૂદેવ દ્વારા કરાતું શ્ર્લોક પઠન માતાજીના ચરણોમાં ભાવભીની પ્રાર્થના છે પૂજ્ય બાપુના હસ્તે સદા લોકકલ્યાણ કાર્યો થતા રહે છે.બાપુનું જીવન એ તપ, ત્યાગ અને સેવાનો ત્રિવેણી સંગમ છે.બાપુના સીરપાવ સાથે રહેનારા રાજુ ભગત તથા દોલુ ભગત જે બાપુના પરમ પવિત્ર માર્ગે ચાલનારા છે તેવા સંતને ઉપવસ્ત્ર ઓઢાડી તંદુરસ્તીની પ્રાર્થના કરેલ હતી.
