ડિસેમ્બર મહિનામાં PGVCL દ્વારા 28.97 કરોડની વીજચોરી ઝડપાઇ

સૌથી વધુ ભાવનગર- અંજાર ડિવિઝનમાં લંગરિયા પકડાયા, રાજકોટ શહેરમાં 415 કનેકશનમાં ગેરરીતિ બહાર આવી ડીસેમ્બર-2024 દરમ્યાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા વીજચેકિંગની…

સૌથી વધુ ભાવનગર- અંજાર ડિવિઝનમાં લંગરિયા પકડાયા, રાજકોટ શહેરમાં 415 કનેકશનમાં ગેરરીતિ બહાર આવી
ડીસેમ્બર-2024 દરમ્યાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં કુલ 7668 વીજ જોડાણો વિરૂૂધ્ધ કાર્યવાહી કરી રૂૂ. 28.97 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે. ગેરરીતીમાં ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો, વગેરે જોવા મળેલ હતી.
જે અંતર્ગત, (1) અંજાર વર્તુળ કચેરી હેઠળના કડોલ ગામમાં મામદ જાનમામદ જુણેજા, ઓદ્યોગિક હેતુના સોલ્ટ વર્ક્સમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 96 લાખના, (2) અમરેલી વર્તુળ કચેરી હેઠળના અબસંગ ગામમાં મેણસીભાઈ સાર્દુલભાઈ વાઘ, ઓદ્યોગિક હેતુના દૂધની ડેરીમાં મીટર ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 38.56 લાખના, (3) જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર શહેરમાં ચેતરીયા પ્રવિણભાઈ કરશનભાઈ (આમાત્ય ગ્લોબલ આઈટી સોલ્યુશન), વાણિજ્ય હેતુના શૈક્ષણિક વર્ગોમાં ડાયરેક્ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 28 લાખના, (4) ભાવનગર વર્તુળ કચેરી હેઠળના નાના અસરાણા ગામમાં મનુભાઈ દાનાભાઈ, વાણિજ્ય હેતુના ઓઈલ મિલ અને વેલ્ડીંગ વર્ક્સમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 27 લાખના અને નેસવડ ગામમાં અલ્પેશ દુલાભાઈ જાયાણી, વાણિજ્ય હેતુના વાણિજ્ય હેતુના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 24.89 લાખના અને (5) રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના રામપર બેટી ગામમાં પ્રભાતભાઈ રામભાઈ લોખિલ, વાણિજ્ય હેતુના સેન્ડ વોશ પ્લાન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂૂ. 21.50 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *