ગોંડલનાં ગુંદાળામાં 9થી 10 કલાક વીજળી ગુલ: રાત્રે વીજ કચેરીમાં હલ્લાબોલ

ગોંડલ નાં ગુંદાળા ગામે ગત સાંજે વરસાદ આવ્યાં બાદ પાંચ વાગે વિજળી ગુલ થઇ હતી.રાત સુધી વિજ પુરવઠો ખોરવાયેલો રહેતા લોકો ગરમી અને બફારા માં…

ગોંડલ નાં ગુંદાળા ગામે ગત સાંજે વરસાદ આવ્યાં બાદ પાંચ વાગે વિજળી ગુલ થઇ હતી.રાત સુધી વિજ પુરવઠો ખોરવાયેલો રહેતા લોકો ગરમી અને બફારા માં ઉકળી ઉઠ્યા હતાં.અનેક ફોન કરવા છતા લાઇટ આવી નાં હોય રાત્રીનાં બાર કલાકે અંકુરભાઇ બાલધા સહીત ગ્રામજનો નું ઉશ્કેરાયેલું ટોળુ ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ હલ્લાબોલ મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી.ગ્રામજનો એ કચેરી માં રામધુન બોલાવી વિજતંત્ર ની બેદરકારી સામે વિરોધ દર્શાવ્યો હતો.વરસાદ પછી નાં અસહ્ય બફારા માં લોકો બફાયા હતા.

ખરી મુશીબત બિમાર, વૃધ્ધ અને બાળકોને થવા પામી હતી.સાંજ નાં પાંચ વાગ્યા થી લાઇટ ચાલી ગઇ હોય રાત સુધી અંધારપટ છવાયેલો રહેતા ગ્રામજનો એ ગોંડલ પીજીવીસીએલ કચેરીએ અનેક ફોન કર્યા હતાં.પરંતુ જાડી ચામડી ધરાવતા વિજતંત્ર દ્વારા કોઈ ઉકેલ નહી આવતા લોકો વિજ કચેરીએ દોડી ગયા હતા. અંકુરભાઇ બાલધા સહીતે ત્વરિત વિજ પુરવઠો ચાલુ કરવા ઉગ્ર રજૂઆત કરી અન્યથા આત્મવિલોપન ની ચીમકી અપાતા ગ્રામજનો નો આક્રોશ જોઇ વિજતંત્ર દોડતું થયુ હતું. અને રાત્રે દોઢ બે વાગ્યે વિજ પુરવઠો પુર્વવત થતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો. ગોંડલ શહેર માં પણ ગત સાંજે વરસાદ શરુ થતાજ વિજળી ગુલ થઇ હોય પીજીવીસીએલ નાં પ્રિમોન્સુન નાં દાવા પોકળ સાબીત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *