43 વર્ષ જૂના કેસમાં આરોપીને રૂા. 10 હજારનો દંડ
આ કામે આ કેસની વિગત એવી છે કે ગઈ તા: 11/12/81 ના રોજ ગોંડલ કોલેજ ચોક સબ પોસ્ટ ઓફીસમા સેવીંગ ખાતુ ધરાવતા ભગવતીબેન જેઠાભાઈ ડોડીયાએ પોસ્ટ ઓફીસમાં રજુઆત કરેલ કે તેઓના પાસબુકમાં કોઈ ઉપાડ રકમ બોલતી નથી કે તેઓએ કોઈ રકમ ઉપાડેલ ન હોવાછતા પોસ્ટ ઓફીસમાં તેઓના ખાતામાં રૂૂા.25,000/- ઉપાડી ગયેલાનુ જણાવેલ છે જે બાબતની તેઓએ પોસ્ટ ઓફીસમાં રજુઆત કરતા પોસ્ટ ઓફીસના અધિકારીઓ ઘ્વારા આ અંગેની તપાસ કરતા તે સમયના ગોંડલ કોલેજ ચોક સબ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર દિલીપસિંહ હરભમજી ઝાલાએ આ ખાતામાંથી અલગ અલગ સમયે કુલ રૂૂા.2પ,000/- ઉપાડી લીધાનુ ખુલેલ અને તેઓએ આ રકમ પોસ્ટમા પરત ભરી દેવાનુ જણાવેલ અને તેઓએ આ રકમ ભરી દીધેલ અને વધુમાં પોસ્ટ ઓફીસ ધ્વારા તપાસ કરતા આ ખાતા સીવાય બીજા અલગ અલગ કુલ 18 ખાતેદારોના ખાતામાંથી આ જ રીતે આરોપી દિલીપસિંહ હરભમજી ઝાલાએ ખાતેદારોના ખાતામાંથી કુલ રૂૂા.87,680/- જેવી રકમ ખાતેદારોના ખાતામાંથી ઉપાડી લીધેલાનુ ખુલતા જેથી પોસ્ટ ઓફીસના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસના એન. એ. ઠકકરે આરોપી દિલીપસિંહ સામે સને 1982 મા ગોંડલ સીટી પો. સ્ટે. મા ફરીયાદ આપેલી તે સમયના પી. એસ. આઈ તથા પી. આઈ તથા ડી.વાય. એસ. પી. એ આ આરોપી સામે તપાસ કરી તેઓને અટક કરી કોર્ટમા ચાર્જશીટ કરેલ હતુ.
જેનો કેસ ગોંડલની ચીફ કોર્ટમા ચાલી જતા ફરીયાદપક્ષે સરકારી વકિલ જગદીશ એમ. સખણ પરાની ધારદાર દલીલ તથા તેઓએ રજુ કરેલ નામ. ગુજ. હાઈકોર્ટના તથા નામ. સુપ્રીમ કોર્ટના વીવીધ જજમેન્ટો ધ્યાને લઈ આરોપીને ગોંડલના ચીફ કોર્ટના નામ. જજ એમ. એસ. દવે આરોપી સામેનો કેસ સાબીત માની તમામ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા તથા આરોપીને રૂૂા. 10,000/- ના દંડની સજા કરેલ છે.
