રાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્ત

કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા…

કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજી પોલીસે કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

તેવામાં વાગડ પંથકના ભીમાસર ગામની સીમમાં બે એકર જેટલી જમીનમાં પોષડેડા અને અફીણની ખેતી પોલીસે પકડી પાડી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે જેની કિંમત કરોડોમાં અંકાય એમ છે. પૂર્વ કચ્છમાં પોલીસે સમયાંતરે હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ સહિતના માદક પદાર્થો ઝડપી પાડયા છે. જો કે પૂર્વ કચ્છના અનેક યુવાનોમાં માદક પદાર્થ ઘર કરી ગયા છે અને આવા લોકોને નશો કર્યા વગર ચાલે તેમ ન હોઈ આવા લોકોની માંગને પહોંચી વળવા નશાનો કારોબાર કરતા શખ્સો ગમે તે રીતે માદક પદાર્થો કચ્છમાં ઘુસાડી રહ્યા છે. મોટા ભાગે આવા સૂકા નશા ધોરીમાર્ગ આસપાસ આવેલા ઢાબા, હોટેલોમાં વેચાતા હોય છે. પોલીસે વાગડ-સિનુગ્રા, વરસામેડીમાં ગાંજો વગેરેની ખેતી પણ ઝડપી પાડી હતી, તેમ છતાં આવા નશાની સતત માંગનાં કારણે વાગડ પંથકમાં નશાની ખેતી કરાતી હોય છે.

જે અંગે સરહદી રેન્જની સાયબર સેલને પૂર્વ અને સચોટ બાતમી મળતાં એક ટીમ ભીમાસર ગામની સીમમાં પહોંચી હતી અને અહીં બે એકર જેટલી જમીનમાં ત્રણ શખ્સો પોષડેડાની ખેતી કરતા હોવાનું બહાર આવ્યું હતું. દિવાળી પછી આ નશાની ખેતી કરાઈ હોવાનું તથા પોષડેડાના ઝાડ કમર સમોવડા થઈ ગયાં હોવાનું પણ સપાટી ઉપર આવ્યું હતું. આ ટીમે સાંજે અહીં છાપો માર્યો હોવાનું અને સાંજ સુધી પંચનામાં સહિતની કાર્યવાહી ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બે એકર જેટલી જમીનમાં કરાયેલા પોષડેડાની ખેતી સાથે અફીણ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બે એકર ખેતીમાં પોષડેડાની કિંમત હાલમાં કરોડોમાં આંકવામાં આવી રહી છે. પોલીસે કચ્છમાં કરોડોની વિક્રમી પોષડેડાની ખેતી ઝડપી પાડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ઘટનામાં હાલ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ ખેતીમાંથી દોઢ લાખ જેટલા છોડ મળી આવ્યા છે. અને ત્રણ શખ્સોને ઝડપી લઈ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *