ઘોઘાના નેસવડમાં કફ સીરપમાં નામ ખોલવાનો ખાર રાખી પોલીસમેન પર હુમલો

  જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર…

 

જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં કોન્સ્ટેબલને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયો હતો. ભાવનગરના નેસવડ ગામે રહેતા અને ભરતનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલમાં નોકરી કરતા લાલજીભાઇ વલ્લભભાઇ ડાભીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે માસ અગાઉ કફ શીરપમાં એક આરોપીની નામ ખુલવાની દાઝ રાખી નેસવડ ગામે રહેતા આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી અને વીજય જગાભાઇ ડાભીએ લાલજીભાઇ પાસે આવી ઝઘડો કરી, લાકડી, લોખંડના પાઇપ લઇ આવી ત્રણેય શખ્સોએ લાલજીભાઇ ઉપર જીવલેણ હુમલો કરી, શરીરના ભાગો ઉપર ગંભીર મારમાર્યો હતો.

જે બાદ લાલજીભાઇને સારવારમાં ખસેડાયા હતા જ્યાં લાલજીભાઇએ વરતેજ પોલીસ મથકમાં આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી, વીજય જગાભાઇ ડાભી વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *