રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે ચેકિંગ, પાર્ટીઓમાં પોલીસ ઓચિંતા જ બનશેમ હેમાન
મંજૂરી વગરના આયોજનો બંધ કરાવાશે, ફાર્મ હાઉસો ઉપર ડ્રોન કેમેરાથી વોચ
વર્ષ 2025ની સાલ પૂર્ણ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં થર્ટી ફસ્ટની પાર્ટીઓનું આયોજન વિવિધ સ્થળોએ થતું હોય છે. ખાસ કરીને રાજકોટનો યુવા વર્ગ ઉજવણી કરી નવા વર્ષને આવકારવા આતુર હોય છે. થર્ટી ફસ્ટની ઈવેન્ટનું આયોજન કરતા પહેલાં પોલીસની મંજૂરી લેવી ફરજિયાત છે. જો કોઈ આયોજક મંજૂરી વિના પાર્ટીનું આયોજન કર્યુ હશે તો પોલીસ રંગમાં ભંગ પાડી પાર્ટી બંધ કરાવશે તેમજ જે તે આયોજક સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરશે. પોલીસ વિભાગમાં હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની પાર્ટી માટે લાઈસન્સ શાખામાં માત્ર 4 અરજી આવી છે જેને પોલીસ મથકના અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. સ્થાનિક પોલીસ મથકન આભિપ્રાય બાદ મંજુરી આપવામાં આવશે. આયોજકને પાર્ટીનું આયોજન કર્યા પહેલા પોલીસ પાસેથી મંજૂરી લેવી પડશે કયા સ્થળે આયોજન કરવામાં આવી રહ્યું છે તે સહિતની માહિતી આપવાની રહેશે ત્યારબાદ જે તે વિસ્તારના પોલીસ મથકના પીઆઈ દ્વારા સ્થળની મુલાકાત લઈ અભિપ્રાય આપશે, પછી મંજૂરી મળશે.
બીજી તરફ થર્ટી ફસ્ટને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ડ્રગ્સ કે અન્ય કોઈ નશાનું કે દારૂૂનું સેવન ન થાય તે માટે પોલીસ સઘન ચેકીગ કરશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના પોલીસ અધિકરીઓના સુપરવીઝીંગ હેઠળ પોલીસની અલગ અલગ ટીમો વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરશે.
ખાસ કરીને નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સ સહીતના નશા કારક પાર્ટીનું આયોજન થતું હોય છે. જેને અટકાવવા માટે પોલીસ અને એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચેકિંગ કરશે. ડ્રગ્સનું સેવન કરનારાને પકડવા માટે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ મશીન જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કિટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેક્ધડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે. અગાઉ લોહીનાં સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂૂપ થશે. ડ્રગ્સ પાર્ટી પર સીધી કાર્યવાહી ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે. થર્ટી ફસ્ટની પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે. ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે આ માટે નાર્કોટિક ડ્રગ્સના કેસો માટે એસઓજીની સ્પેશ્યલ ટીમ ટીમ કાર્યરત રહેશે.
શહેરના મુખ્ય માર્ગો તેમજ શહેરને જોડતા હાઇવે ઉપર પોલીસ નાકાબંધી કરીને સઘન વાહનચેકીંગ કરી વિદેશી દારૂૂની હેરાફેરી ઉપર પણ પોલીસને વોચ રાખવાની પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા સૂચના આપી દેવાઈ છે. થર્ટી ફસ્ટના રાત્રીના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રખાશે. મુખ્ય ચોક ખાતે ક્રાઈમ બ્રાન્ચ, એએસઓજી, પીસીબી, એલસીબી સહિતની બ્રાન્ચો દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. નશામાં ધૂત થઈ નીકળેલા ચાલકો સામે ગુનો નોંધાશે.
દારૂૂડિયા અને નશેડીઓને પકડવા પોલીસનો એક્શન પ્લાન
રાજકોટ આસપાસ ખાનગી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂૂની પાર્ટી ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે તેમજ રાજકોટ શહેરને જોડતા તમામ ધોરીમાર્ગ અને એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસનું ચેકિંગ રહેશે. થર્ટી ફસ્ટને આડે એક સપ્તાહ બાકી છે તે પૂર્વે થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે દારૂૂની હેરફેર પણ વધી જતી હોય છે. થર્ટી ફર્સ્ટમાં દારૂૂ તેમજ નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ તેમજ સેવન રોકવા માટે રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોને નાકાબંધી – પેટ્રોલિંગ કરીને દેશી વિદેશી દારૂૂની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા એક્ટિવ કરી દેવાયા છે. દેશી વિદેશી દારૂૂની હેરફેર, વેચાણ અને છાકટા બનીને ફરતા યુવાનોને પકડવા માટે પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવવામાં આવશે
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટે 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે
ક્રિસમસ અને થર્ટી ફસ્ટની ઉજવણીને લઇને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી જ ફટકડા ફોડવાની મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત વિદેશી ફટાકડા ફોડવા તેમજ હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-188 અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-131 મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
