બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પોલીસ બનશે ‘સારથી’

રસ્તામાં ભૂલા પડેલા કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને 112 ઉપર સંપર્ક કરશે તો મદદ મળશે રાજકોટમાં આગામી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર…

રસ્તામાં ભૂલા પડેલા કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને 112 ઉપર સંપર્ક કરશે તો મદદ મળશે

રાજકોટમાં આગામી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂૂ થનાર હોય રાજકોટ શહેરના અલગ અલગ 173 પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર બોર્ડની પરિક્ષાને લઇને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પરિક્ષા કેન્દ્રોના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રીજયાના વિસ્તારમાં સવારે 8 થી સાંજે 7:30 કલાક સુધી ચારથી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.તેમજ શહેરની જુદી-જુદી શાળાઓમાં કુલ- 173 પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

બોર્ડના વિદ્યાર્થીઓ માટે પોલીસ સારથી બનશે કોઇ પણ વિદ્યાર્થી રસ્તામાં ભૂલો પડી જાય કે પછી ટ્રાફિકમાં ફસાઇ જાય તો તુરંત જ 112 ઉપર સંપર્ક કરશે તો રાજકોટ પોલીસ આ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી સારથીની ભૂમિકા ભજવશે.

એચ.એસ.સી.(સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા કુલ-55 પરીક્ષા કેન્દ્રો ઉપર તેમજ એચ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા કુલ-22 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર હોય જેમાં પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ ન પહોચે અને શાંત વાતાવરણમાં પરિક્ષા યોજાય તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ ન થાય તે હેતુ થી રવિવારની જાહેર રજાના દિવસ સિવાય સવારે 8 થી કલાક સાંજે 7:30 સુધી પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર વ્યક્તિઓ એ ભેગા થવા ઉપર પ્રતિબંધ સાથેના અન્ય પ્રતિબંધ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવમાં અવ્યુ છે.

જેમાં શાળાઓ (કેન્દ્રો)માં વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી,ડી.જે/ લાઉડ સ્પીકર વગાડી શકશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહી. તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી.પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *