રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વિફટ કાર અને એક એક્ટિવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું. જેને બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યા આસપાસ અચાનક સળગતી હાલતમાં જોઈ ભરતભાઇ તથા આડોશ-પાડોશના લોકો દોડી ગયા હતા. આગ ઓલવવા પ્રયાસ શરૂૂ કર્યા તે દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે આગની લપેટમાં આવેલી કાર અને બંને સ્કૂટર બાળીને ખાખ થઇ ગયા હતાં. આ મામલે માલવીયા નગરનાં પીઆઇ દેસાઇની રાહબરીમા પીએસઆઇ ગજેરા અને સ્ટાફે આરોપી યશને પકડી ઘટના સ્થળે રીક્ધટ્રકશન કરાવ્યુ હતુ.
ભરતભાઈના કહેવા મુજબ તેના વાહનોમાં આગ પુનીતનગરના નામચીન શખ્સ યશ ઉર્ફે ઢોંડી બકરાણીયાએ લગાવી હતી. બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યે ટુવ્હીલર લઈને યશ ઉર્ફે ઢોંડી આવ્યો હતો અને તેની પાસે રહેલી શીશીમાંથી કાર તથા બે ટુવ્હીલર પર પેટ્રોલ છાંટ્યું હતું. પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી જેથી આગમાં ત્રણેય વાહન બળી જતા નુકસાન થયું છે. દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી મોડી રાત્રે ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી. આ મામલે હાલ માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે આરોપી યશની ધરપકડ કરી હતી. અને કાયદાનુ ભાન કરાવી તેનું ઘટના સ્થળે લઈ જઈ રિક્ધટ્રક્શન કરાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
દરમિયાન યશ લંગડાતો અને બે હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો. બાબુભાઇનાં ભાઈ મયુરભાઈ સીંધવ હાલ વોર્ડ નં. 12માં મીડિયા સેલનાં પ્રમુખ છે અને આરોપી યશ પેંડા ગેંગનો સાગરીત છે.
