કરોડોના ફ્રોડ અને ગુજસીટોકના આરોપી જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત ચારનું ‘સરઘસ’ કાઢતી પોલીસ

જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં…

જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અન્વયે ગુનો નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અન્વયે ગુનો નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન શહેરમાં ખૂનની કોશિષ, પોલીસ પર હુમલો સહિતના ગંભીર પ્રકારના 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે.પોલીસે ધરપકડ કર્યા બાદ ચાર આરોપીઓનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું.

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર લોકોની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ગેંગના લીડર અસ્લમ કુરેશીની આગેવાનીમાં આ ટોળકીએ તા.3 જુલાઈ 2015 થી તા.20 જાન્યુઆરી 2026 સુધીમાં ખૂનની કોશિષ, ખંડણી માંગવી, બળજબરીથી પૈસા પડાવી લેવા 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે.

પોલીસે આ ચારેય આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ચારેયને જાહેરમાં લાવીને પોલીસે રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસે સુખનાથ ચોક વિસ્તારમાં લોકો પાસે માફી મગાવી હતી. આરોપીઓ પર ખંડણી અને હત્યાની કોશિશ સહિતના ગુનાઓ નોંધાયા હતાં. તેમની પોલીસ પર હુમલા સહિતના કેસમાં ધરપકડ થઈ છે. જ્યારે તેમને જાહેરમાં લાવવામાં આવ્યા ત્યારે લોકોના ટોળા તેમને જોવા માટે ભેગા થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *