શહેરમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી રૂૂપિયા પડાવનાર પોપટપરાના નામચીન શખ્સ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ બે શખ્સો સહીત ત્રણને એક જ દિવસમાં પાસામાં ધકેલી દેવાનો પોલીસ કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવતા પીસીબી અને એ-ડિવીઝન પોલીસે વોરન્ટની બજવણી કરી હતી.
શહેરમાં નકલી પોલીસ બની રૂૂપિયા પડાવતા પોપટપરા શેરી નં. 5 રામજી મંદિર પાસે રહેતાં મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.21)ને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં તેને વડોદરા જેલમાં ધકેલાયો છે.
મિહીર અગાઉ એ-ડિવીઝન, ભક્તિનગર, બી-ડિવીઝન, ગોંડલ સીટી પોલીસમાં અલગ અલગ 7 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. તેણે નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી તોડ કરી લીધાના ગુના હતાં. અગાઉ પણ તે ગયા વર્ષે પાસામાં સુરત જેલમાં ધકેલાયો હતો. વધુ એક વખત તેની સામે આ કાર્યવાહી થઇ છે. ઉપરાંત જામનગર શરૂૂ સેક્શન રોડ પર મોદી સ્કૂલ પાસે શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતાં અમીન અબ્દુલભાઇ તેરૈયા (ઉ.વ.55) નામના રિક્ષાચાલક અને જામનગર વસીમ ચોકમાં રહેતાં મુકેશ જસુભાઇ વાળા (ઉ.વ.62) નામના રિક્ષાચાલકને પણ પાસા તળે જેલમાં ધકેલવા વોરન્ટ ઇશ્યુ થતાં અમીનને સુરત જેલમાં અને મુકેશને વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં દરખાસ્તો તૈયાર કરી હતી. પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને એ-ડિવીઝનના પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. પ્રવિણભાઇ સોનારા, કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેરએ વોરન્ટ બજવણી કરી હતી.
