મોરબી માળિયા હાઇવે રોડ પર રવિરાજ ચોકડી પાસેથી એલસીબી ટીમે દારૂૂ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પોલીસે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5.88 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે માળિયા તરફથી મોરબી તરફ એક માલવાહક રિક્ષામાં દારૂૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન, GJ 3 BX 3237 નંબરની લીલા કલરની બજાજ મેક્સી રિક્ષા પસાર થતાં તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તલાશી લેતા તેમાંથી 2,83,200 રૂૂપિયાની કિંમતનો 2448 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂૂ, રિક્ષા અને એક મોબાઈલ ફોન સહિત કુલ 5,88,200 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ મામલે સમીરશા ઉર્ફે ટીનો યાકુબશા શાહમદાર (રહે. મકરાણીવાસ, જેલની પાછળ, મોરબી) નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અવેશભાઈ પીલુડિયા (રહે. વીસીપરા, મોરબી) અને સલીમભાઈ કટિયા (રહે. મચ્છીપીઠ, મોરબી) ના નામ પણ સામે આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
