જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો

જામનગરમાં દિગજામ ઓવરબ્રિજની નીચે ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી,…

જામનગરમાં દિગજામ ઓવરબ્રિજની નીચે ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી, અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પાંચ ખેલંદાઓને ઝડપી લીધા છે, જ્યારે પાંચ ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ગઈકાલે સાંજે નવા આંબેડકર ઓવરબ્રિજની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમી ના આધારે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જે દરોડાને લઈને નાશ ભાગ થઈ હતી, અને જુગારીયા તત્વો અને પોલીસ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે બનાવના સ્થળ આસપાસથી સિરાજ જુસબભાઈ નોયડા, મિલન અમરશીભાઈ શેખવા, જગતસિંગ રામસિંગ માલપાડા, મનોજ કાનાભાઈ કોળી, અને જગજીતસિંગ શેરસિંગ વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 31,300 ની રોકડ રકમ અને ઘોડીપાસા ના જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસના આ દરોડા સમયે અમર કોળી, વિક્રમ કોળી, કિશોર કોળી, કમલ કાનાભાઈ કોળી, અને રાજકુમાર કોળી નામના પાંચ શખ્સો ભાગી છૂટયા હોવાથી પોલીસે પાંચેયને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *