જામનગરના ઢંઢા ગામે ખેડૂત પુત્રીનો ઝેર પી આપઘાત

જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં…

જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર નજીક ઢંઢા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નીરુભા અણદુભા સોઢા નામના 55 વર્ષીય ખેડૂતની 19 વર્ષની પુત્રી જાનવીબા નિરુભા સોઢાએ ગત 17મી તારીખે પોતાના ઘેર ઘઉં માં નાખવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા નીરુભા સોઢા એ પોલીસને જાણ કરતાં એ.એસ.આઇ. ડી.બી. જોગીયા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને જાનવીબા ના મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતિને તેણીની માતાએ ઘર કામ કરવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *