રૂા.1.76 લાખનો મુદ્દામાલ કબ્જે: ડીવાયએસપી સ્ટાફની કામગીરી
ખંભાળિયા વિસ્તારમાં ગતરાત્રે અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના શક્તિરાજસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા અને ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામના વાડી વિસ્તારમાં રહેતા વરવા સવા દેથરીયા નામના 38 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડામાં ગત મોડીરાત્રે પોલીસની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળેથી પોલીસે વરવા દેતા દેથરીયા, ખીમા મુરુ ચાવડા, વિક્રમ રામ ડાંગર, ખીમા ભાયા દેથરીયા, ખીમા રામશી ચાવડા, મુરુ આલા ચાવડા, ધરમશી કાનજી કછટીયા અને ધના ડાડા હરિયાણી નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂ. 1,05,200 ની રોકડ રકમ તથા બે મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 1,75,700 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
