સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ વિરૂૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને વાવડી ગામની સીમમાં પાડેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા 2 ટ્રક, 1 ક્રેન અને આશરે 15 ટન પથ્થર સહિત કુલ રૂૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના જિલ્લાઓમાં સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયાની ટીમને મળેલી માહિતીને આધારે ધ્રાંગધ્રાના વાવડી ગામની સીમમાં વાસાડવા જવાના રસ્તે આવેલી મનુભાઇ અમરશીભાઇ વાણંદ (રહે. વાવડી, ધ્રાંગધ્રા)ની કબજા ભોગવટાની વાડીમાં કોઈપણ પ્રકારની લીઝ કે રોયલ્ટી પાસ વગર ચાલતા ગેરકાયદેસર પથ્થરનું ખનન ઉપર રેન્જ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી ખનન અને વહન કાર્યમાં ઉપયોગમાં લેવાતા વાહનો અને મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં ટ્રક (જીજે -18-ટી-9072): ડ્રાઇવર તથા માલિક હાર્દિક ગોપાલભાઇ ગમારા (રહે. મયૂરનગર, ધ્રાંગધ્રા). ટ્રક (જીજે -12-યુ-9046): ડ્રાઇવર યોગેશભાઇ રમેશભાઇ અઘારા (રહે. વાડીપરા, ધ્રાંગધ્રા) તથા માલિક હાર્દિક ગોપાલભાઇ ગમારા તેમજ ક્રેન (જીજ -38-એસ-0579): ડ્રાઇવર જગદીશભાઇ બાવાભાઇ સાવડીયા (રહે. સતાપર, ધ્રાંગધ્રા) તથા માલિક ગોપાલભાઇ અરજણભાઇ ગમારા (રહે. મયૂરનગર, ધ્રાંગધ્રા)ની ધરપકડ કરી સ્થળ પરથી આશરે 15 ટન ગેરકાયદેસર ખનન કરાયેલ પથ્થર અને વાહનો મળી કુલ રૂૂ. 25 લાખનો મુદ્દામાલ સીઝ કરી ત્રણેય ડ્રાઇવરોને સ્થળ પરથી હસ્તગત કર્યા હતા.
આ અંગે આગળની કાયદેસરની દંડકીય અને ચોરી અંગેની વાહન સીઝ સહિતની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી સીઝ કરાયેલો મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માફિયાઓમાં ભારે ફાળ પડી છે.
