ઉપલેટામાં મોજ નદીના કાંઠે વાડીમાં પોલીસનો દરોડો, 216 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ

દારૂનો જથ્થો ઉતારનાર વાડી માલિક સહિત બે શખ્સો ફરાર રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે ઉપલેટા પોલીસે મોજ નદીના…

દારૂનો જથ્થો ઉતારનાર વાડી માલિક સહિત બે શખ્સો ફરાર

રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે ઉપલેટા પોલીસે મોજ નદીના કાંઠે આવેલી એક વાડીમાં દરોડો પાડી પોલીસે રૂ.2.59 લાખનો 216 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. વાડી માલિક સહીત બે શખ્સોના નામ ખુલ્યા છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ધાધલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉપલેટામાં મોજ નદીના કાંઠે આવેલી બિહાન કરમટાની વાડીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 216 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ: અલગ-અલગ બ્રાન્ડની 216 બોટલો, જેની અંદાજિત કિંમત રૂ. 2,59,200 તેમજ

મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ દરોડામાં પોલીસે સ્થળ ઉપરથી . અર્જુન ભીમાભાઇ ભારાઇ (રહે. ડુમીયાણી) અને નાજાભાઇ દાસાભાઇ કરોતારા (રહે. ઢાંક)ની ધરપકડ કરી હતી જયારે દરોડામાં વાડી માલિક બે બિહાન કરમટા (રહે. ઉપલેટા). અને રાજુ હદાભાઇ કરમટા (રહે. વેગડી, તા. ધોરાજી)ના નામ ખુલ્ય હોય જે હાલ ફરાર હોય તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા શખ્સો પણ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. તેના વિરુદ્ધ ઉપલેટા અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ ત્રણ જેટલા ગુના અને ભાયાવદર અને કુતિયાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધાયેલા છે.

ઉપલેટા પોલીસ સ્ટેશન પી.આઈ એચ.એમ.ધાધલ તથા એ.એસ.આઇ ધરમચંદ કટોચ,કૌશીકભાઇ જોષી,હરેશભાઇ જાંબુકીયા , મીતુલભાઇ ગરેજા , રાહુલભાઇ વાઝા તેમજ ભાયાવદરના એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા,સત્યપાલસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *