સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો

રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…

રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તુરંત ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. સ્પામાં બહારથી યુવતીઓને લાવીને પ્રલોભન આપી ગ્રાહકો પાસેથી રૂૂ. 1000 એન્ટ્રી ફી તથા શરીર સંબંધ માટે અલગથી રૂૂ. 2500 ઉઘરાવી ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

AHTU પોલીસ ટીમે બાતમીના આધારે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહકને સનશાઇન વેલનેસ સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈ સોદો નક્કી કર્યા બાદ સંકેતરૂૂપે મિસકોલ આપતા જ પોલીસ ટીમે તુરંત સ્પામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્પાનો સંચાલક અને માલિક શંકર અર્જુનભાઈ સોની (ઉંમર 25, રહે. આકાશવાણી ચોક નજીક, રાજકોટ) કાઉન્ટર પરથી જ ઝડપાઈ ગયો હતો. સ્પાના રૂૂમોની તપાસ હાથ ધરતા ડમી ગ્રાહક અને યુવતી આપત્તિજનક હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછમાં બહાર આવ્યું કે સ્પા સંચાલક પોતે કમિશન પેટે રકમ રાખીને આ ગેરકાયદેસર ધંધા દ્વારા પોતાનું ગુજરાન ચલાવતો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂપિયા 3,500, આક્ષેપિત વાંધાજનક સામગ્રી, મોબાઇલ ફોન તથા નોટરાઇઝડ ભાડા કરારના દસ્તાવેજો સહિત કુલ રૂૂપિયા 8,500નો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્પા સ્થળ પરથી મિઝોરમ, ત્રિપુરા, આસામ તેમજ સ્થાનિક વિસ્તારની અન્ય યુવતીઓ પણ મળી આવી હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 3, 4, 5 અને 7 મુજબ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *