કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના બી.આર. ઓડેદરા, નેભાભાઈ બારડ અને રામભાઈ વસરાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રાવલ આઉટ પોસ્ટ વિસ્તારના ખીરસરા ગામના વાડી વિસ્તારમાં રહેતા વેજા નાથા મોઢવાડિયાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા વેજા નાથા મોઢવાડિયા, પ્રતાપ માંડણ ખિસ્તરિયા, રામદે સુકા કારાવદરા, ખીમા વાના ગોઢાણીયા, માલદે રામદે ઓડેદરા, નાગાભાઈ નાથાભાઈ ગોરાણીયા, ખોડા ગોગન વિશાણા, આશાબેન જગદીશ વાઢીયા, નીરૂૂબેન હમીર ઓડેદરા અને પુષ્પાબેન પ્રતાપ ગોરાણીયા નામના 10 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
આ જુગાર દરોડામાં પોલીસે કુલ રૂૂ. 62,000 ની રોકડા રકમ તથા રૂૂપિયા પાંચ લાખની કિંમતની આર્ટિગા મોટરકાર અને રૂૂપિયા 40,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 6,02,000 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ધરમપુરમાં જુગાર રમતા ઝડપાયા
ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર 3 (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને રમાડતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અહીં એલસીબી પોલીસે જુગાર દરોડો પાડતા આ સ્થળેથી ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા, ભાવેશ રામુભાઈ લમાણી, ગાયત્રીબેન ભાવેશ લમાણી, આશાબેન હિતેશ કાનાણી, જાનવીબેન દિલીપ સચદેવ અને આશાબેન દિલીપ સચદેવ નામના છ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
