હળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં

હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે…

હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા પાંચ સામે ફરિયાદ નોંધ આપી તેમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આગોતરા જામીન માટે હવાતીયા મારતાં અન્ય કૌભાડીયો બે મહિનાથી વધુ સમય વિતવા છતાં હાલમાં પોલીસ પકડથી દૂર છે તો સાથે જ તાલુકાના નવા માલણીયાદ ગામે ચેતન રાઠોડ નામના આરોપીના ગોડાઉનમાં હળવદ પોલીસ પીએસઆઇ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારી સહિતનાઓએ ગોડાઉનનું સિલ તોડી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી ચેતન રાઠોડ હાજર હોવા છતાં આરોપીની પોલીસે ધરપકડ કેમ નહીં કરી નથી તેને લઈને ચર્ચાઓ જાગી છે એક બાજુ બે મહિનાથી વધુ સમય વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે બીજી તરફ ગોડાઉનમાં તપાસ અર્થે આવેલા આરોપીને પોલીસે શા માટે નહીં પકડ્યો હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે હાલ તો ખાતર કોભાંડીયો પોલીસ પકડથી દૂર છે અને ક્યારે પકડાશે ? સાથે જ હળવદ શહેરમાં 1437 ખાતરની બેગ અને 25 લાખથી વધુનો મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જોકે ખેતીવાડી વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે તપાસમાં સહયોગ માંગ્યો હતો જેથી કરીને અમે ગોડાઉન સિલ તોડી આપ્યું હતું તે સમયે ગોડાઉન સંચાલક એટલેકે આરોપી ચેતન રાઠોડ હાજર હતો પરંતુ ધરપકડ પોલીસ કરી શકે છે અને પોલીસે શા માટે ધરપકડ નથી કરી તે મને નથી ખબર જોકે ખાતરની તપાસ કરતા પીએસઆઇ કેતન અંબારીયાને વારંવાર ફોન કરવા છતાં રીસિવ નહીં કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *