ગુનાખોરી અટકાવવા પોલીસ અધિકારીઓ મેદાને, શહેરભરમાં ‘કોમ્બિંગ’

ડીસીપી ક્રાઈમ સાથે ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા, મોડી રાત સુધી જમાવડો કરીને બેસી રહેતા તત્વો ભાગ્યા થોરાળામાં બુટલેગરના ઘરેથી…

ડીસીપી ક્રાઈમ સાથે ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા, મોડી રાત સુધી જમાવડો કરીને બેસી રહેતા તત્વો ભાગ્યા

થોરાળામાં બુટલેગરના ઘરેથી રૂ.2.57 લાખનો દારૂ ઝડપાયો

તહેવારોને અનુલક્ષીને પોલીસે ગઇકાલે રાતે કોમ્બિંગ કર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે થોરાળા શેરી નંબર 1માં બુટલેગરના ઘરે દરોડો પાડી રૂૂ.2.57 લાખના વિદેશી દારૂૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો તપાસમાં ગંજીવાડાના શખ્સનું નામ ખુલ્યું છે. ડીસીપી ક્રાઈમ તેમજ ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના અધિકારીઓએ શહેરભરમાં કોમ્બિંગ અને ચેકિંગ કર્યું હતું. કોમ્બિંગ નાઇટસ્ત્રસ્ત્ર દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેથી અમુક લોકો પોલીસને જોઈને ભાગ્યા હતા. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાની સુચનાથી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પેટેલ અને ડીસીપી ઝોન -2 રાકેશ દેસાઈના નિરીક્ષણ હેઠળ ગઇકાલે શહેરભરમાં પોલીસે કોમ્બિંગ કર્યું હતું. કોમ્બિંગ નાઇટ દરમ્યાન પોલીસ અધિકરીઓની સુચનાથી ખાસ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બિંગ નાઇટ દરમ્યાન સમગ્ર શહેરના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશ દ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી અમુક લોકો પોલીસને જોઈને ભાગ્યા હતા.

ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી. ડોડીયાની ટીમના દિલીપભાઈ બોરીચા, જયરાજભાઈ કોટીલા,વિશાલભાઈ દવેને મળેલ ચોક્કસ બાતમીના આધારે નવા થોરાળા શેરી નં.1માં રહેતા અવેશ અયુબભાઈ ઓડીયાના ઘરે દરોડો પાડી રૂૂ.2.57 લાખની 84 બોટલ વિદેશી દારૂૂની ઝડપી લઇ તપાસ કરતા સપ્લાયર ગંજીવાડાના રવિ રાજુભાઈ વાળાનું નામ ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *