રાજકોટ જિલ્લાના સરપંચો સાથે પોલીસની બેઠક

રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કામગીરી વધુ મજબુત અને અસરકારક બને, ગામડાઓમાં કોઈપણ બનાવ બને ત્યારે પોલીસને તેની તત્કાળ માહિતી મળી જાય તેવા હેતુથી ડીજીપીની…

રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કામગીરી વધુ મજબુત અને અસરકારક બને, ગામડાઓમાં કોઈપણ બનાવ બને ત્યારે પોલીસને તેની તત્કાળ માહિતી મળી જાય તેવા હેતુથી ડીજીપીની સુચનાથી રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના થી જીલ્લાના અલગ અલગ ગામોમાં પોલીસે પોતાના વિસ્તારમાં આવતા ગામડાંઓના સરપંચો અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મિટીંગ યોજી હતી.

ઘણી વખત ગામડાંઓમાં કોઈપણ બનાવ બને ત્યારે સ્થાનિક પોલીસને તેની જાણ સમયસર થતી નથી. જેને કારણે કાયદાકીય કામગીરીમાં વિલંબ થાય છે. આ પરિસ્થિતિને નિવારવા માટે ડીજીપી દ્વારા રાજયભરની પોલીસને સરપંચો સાથે પરિસંવાદનું આયોજન કરવા હુકમ કરાયો હતો. તે પહેલાં રાજ્યનાં દરેક પોલીસ મથકના ઈન્ચાર્જને તેમના કાર્યક્ષેત્રમાં આવતી તમામ ગ્રામ પંચાયતના સરપંચોનું એક વોટસએપ ગ્રુપ બનાવવા પણ સુચના અપાઈ હતી. જેનું પાલન થયું છે કે કેમ તે જોવા પણ દરેક પોલીસ મથકના ઈન્ચાર્જને આજે સુચના અપાઈ હતી. રાજકોટ જીલ્લામાં આજે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસે સરપંચો ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સાથે મિટીંગ યોજી હતી. જેમાં સાયબર અવેરનેસના ભાગરૂૂપે ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે સરપંચોને માહિતગાર કરાયા હતા.

કોટડાસાંગાણી પોલીસે 31 ગામના સરપંચો સાથે યોજેલી મિટીંગમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજયો હતો. એન્ડ રનના કેસોમાં સરકાર દ્વારા ધોરાજી પોલીસે પણ કુલ 17 ગામના સરપંચો, આગેવાનો વગેરે સાથે મિટીંગ યોજી હતી. જેમાં નવા કાયદા અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત હિટ આપવામાં આવતા વળતર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગામડાંઓમાં ઘરફોડી અને બાઈકચોરીના બનાવો અટકાવવા સીસીટીવી લગાડવા પણ સમજ આપવામાં આવી હતી.

કુદરતી આપદા અને કટોકટીના સમયે જરૂૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં હેલ્મેટની અમલવારી કરાવવા પણ સરપંચોને માહિતગાર કરાયા હતા. જેતપુર તાલુકા પોલીસે 27 ગામના સરપંચો સાથે મિટીંગ કરી ડ્રગ્સ નિવારણ અંગે પણ માહિતી આપી હતી. સાથો સાથ દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા સૂચન કર્યું હતું. આજના પરિસંવાદમાં પોલીસે સરપંચો પાસેથી પણ તેમને પોલીસને લગતા પ્રશ્નો અંગે માહિતી મેળવી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કર્યા હતા. એકંદરે આજની મિટીંગનો હેતુ સાયબર અવેરનેસ, ટ્રાફિકના નિયર્મો અંગેની માહિતી, સરપંચો મારફત ઘર-ઘર સુધી પહોંચે તેવો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *