જામનગરમાં ધારિયું લઈને પોલીસ સામે દાદાગીરી કરનાર બન્ને શખ્સના પોલીસે સીન વિખી નાખ્યા

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવુ હથિયાર લઈને પોલીસની સામે બબાલ કરનારા બે શખ્સો નો સોશિયલ મીડિયામાં વીડીઓ વાયરલ થયા બાદ અને એક યુવાનને…

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવુ હથિયાર લઈને પોલીસની સામે બબાલ કરનારા બે શખ્સો નો સોશિયલ મીડિયામાં વીડીઓ વાયરલ થયા બાદ અને એક યુવાનને માર મારી રૂૂપિયા 700 ની લુંટ ચલાવવા અંગેના પ્રકરણમાં પોલીસે બંને માથાભારે ડોન ગણાતા શખ્સો ની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લીધા હતા, અને તેઓ પાસેથી રૂૂપિયા 700 ની રોકડ રકમ, બે હથિયાર અને બાઈક કબજે કર્યા હતા. બંનેને લઈને પોલીસ દ્વારા સ્થળ પર રિક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું, અને ફરીથી આવું કદી નહીં કરે, તેવી કાકલુદી કરી હતી. જે બંનેની રિમાન્ડ ની મુદત પૂરી થતાં જેલમાં ધકેલી દેવાયા છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ સર્કલ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં પોલીસની જનરક્ષક વિભાગની 112 ની ટીમ સાથે જહાંગીર બાપુ નામના શખ્સ અને તેના સાગરીત સબીર સંઘાર દ્વારા જાહેરમાં ધારિયું હાથમાં રાખીને પોલીસ સાથે જીભા જોડી કરી હતી.જે બનાવ સમયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના અનુસંધાને 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમના જી5 ચાલક હીરાભાઈ ભગાભાઈ મુછાળા દ્વારા બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

આ ઉપરાંત બંને માથાભારી શખ્સો જહાંગીર અને શબીરે તેના ખિસ્સામાંથી રૂૂપિયા 7,00ની લૂંટ ચલાવાઈ હતી. એ અંગે પણ અલગથી ફરિયાદ નોંધાવાઈ હતી બંને આરોપીઓ જહાંગીર અને સબીર ની અટકાયત કરી લઈ અદાલત રજૂ કર્યા હતા, અને બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસે એક બાઈક, ધારિયું અને છરી તેમજ રૂૂપિયા 700 ની રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે.

બંને આરોપીઓને સ્થળ પર લઈ જઈ દિગજામ સર્કલ પાસે રી ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું, તે દરમિયાન બંને આરોપીઓ પોલીસ સમક્ષ મુર્ઘા બની ગયા હતા અને ફરીથી આવું કદી નહીં કરે તે પ્રકારની કાકલૂદી કરવા લાગી ગયા હતા. બંનેની રિમાન્ડની મુદત પૂરી થતાં જેલમાં મોકલી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *