સોમનાથ મંદિરની આજુબાજુ વર્ષોથી ફેરી કરીને રમકડાં, પુષ્પો વેચનારને પોલીસની હેરાનગતિ

રોજે રોજનું કમાઇને ખાતા લોકોને પોલીસ ચોકીએ લઇ જઇ અને હેરાન કરતાં હોવાનો આક્ષેપ સોમનાથ મંદિર ની આજુબાજુ મા ફેરી કરી ને રમકડાં, ધાર્મિક પુસ્તકો…

રોજે રોજનું કમાઇને ખાતા લોકોને પોલીસ ચોકીએ લઇ જઇ અને હેરાન કરતાં હોવાનો આક્ષેપ

સોમનાથ મંદિર ની આજુબાજુ મા ફેરી કરી ને રમકડાં, ધાર્મિક પુસ્તકો અને ફોટાઓ, પુષ્પો, પ્રસાદ સહિત ની વસ્તુ વર્ષો થી નાના ટોપલા મા ગળા મા લટકાવી અને રાડો પાડીને વેચતા હોય છે જેવો આંખો દિવસ મહેનત કરે ત્યારે માંડ થોડા પૈસા કમાવે અને તેમનું ધર ચાલે છે પરંતુ તાજેતરમાં સોમનાથ મા ડિમોલેશન ની કામગીરી શરૂૂ છે અને સોમનાથ મંદિર ની આજુબાજુ ની તમામ દુકાનો ખાલી કરાવી અને સ્વદેશી હાર્ટ મા બધાને દુકાનો આપવામાં આવેલ છે. પરંતુ આ વર્ષો થી ફેરી કરીને જે ફેરીયા વેચતા હતા તેઓ રોડ ની આજુબાજુ જે પ્રવાસી નિકળે તેઓને તેમનો સામન લેવા સમજાવતા હોય છે પરંતુ સ્વદેશી હાર્ટ મા દુકાનો આપ્યા બાદ રસ્તા ઉપર જે લોકો ફેરી કરી ને તેમનો સામન વેચતાં હોય તેવો ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે અને પોલીસ ચોકી એ બોલાવી અને કાર્યવાહી કરવામાં આવે છે જેથી આ ફેરી કરતા લોકો ખુબજ હેરાન પરેશાન છે.

સોમનાથ મંદિર ની આજુબાજુ ફેરી કરી ને ગુજરાન ચલાવતા 50 થી 60 લોકો છે જેમા ખુબજ ગરીબ લોકો અપંગ સહિત ખુબજ નબળી કક્ષાના છે જેવો માંડ તેવો સોમનાથ પોતાનો સામન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે આ લોકો ને એવુ હતું કે સોમનાથ નો વિકાસ થશે તેથી અમારી રોજગારી મા વધારો થશે પરંતુ તેની જગ્યાએ આ ખુબજ નાના લોકો ની રોજગારી છીનવાઈ રહી છે જેથી આ લોકો ખુબજ પરેશાન છે જેથી તેવોની માંગણી છે કે પોલીસ તેમને હેરાનગતિ ન કરે અને મંદિર ની આજુબાજુ તેમનો માલ સામાન વેચવાની છુટ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *