રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર…

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર રહે તે માટે ખાસ કરીને કોલેજ, યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન કરવા સૂચના આપી હતી. વધુમાં નોડલ અધિકારીઓએ વિશેષ સતર્કતા દાખવી આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસ વિભાગને જાણ કરવા સૂચના આપી હતી.

ક્રાઈમ વિભાગના ડી.સી.પી. જગદીશ બંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં એક માસમાં ગાંજાના 37 છોડ સહીત રૂૂ. 17 લાખનો ગાંજો તેમજ રૂૂ. 1.68 લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન મળીને કુલ રૂૂ. 18.68 લાખની કિંમતના નશાકારક પદાર્થ ઝડપી 6 કેસમાં 10 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માહિતી આપતા જણાવ્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા શાળા આસપાસ 100 મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તમાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોટપા એક્ટ હેઠળ 136 કેસમાં રૂૂ. 27,200 અને મહાનગરપાલિકા દ્વારા 94 કેસમાં રૂૂ. 2,750નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું જયારે એન્ટી ડ્રગ્સ સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા રૂૂ. 2 લાખથી વધુની કિંમતનો 4 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું સીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.

આ તકે મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ, આરોગ્ય વિભાગ દ્વારા સર્ચની કામગીરીની વિગત પુરી પાડવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક ડ્રગ્સ અંગે કરવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમની માહિતી પુરી પાડવામાં આવી હતી.

એન્કોર્ડ બેઠકમાં ડી.સી.પી. ઝોન -1 હેતલ પટેલ, ઝોન 2 રાકેશ દેસાઈ, એસ.ઓ.જીના પી.આઈ. એન.બી.ચૌધરી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કૃષિ અને વન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કસ્ટમ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક વિભાગ સહીત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *