જેતપુરમાં પોલીસે , બોખલા દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પોલીસના સ્નીફર ડોગને સાથે રાખી દરોડો પાડતા પોલીસ ડોગે મહિલાના ઘર માંથી રૂૂ.47 હજારનો ગાંજો શોધી કાઢ્યો હતો તપાસમાં આ ગાંજો મહિલાના સસરાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. પોલીસે મહિલાના સસરા સહીત ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના બાવાવાળાપરા, બોખલા દરવાજાથી ટાકુડી પરા જવાના રસ્તે, સહકારી મંડળી પાસે રહેતી કુખ્યાત મહિલા શારદબેન દિનેશભાઈ લણાગરીયાના ગાંજો વેચતી હોવાની બાતમી ને આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઇ ભોજાભાઈ વકાતર સાથેના પોલીસ કોસ્ટેબલ ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા,જશુબેન વરજાંગભાઇ,રવજીભાઈ વેલજીભાઇ, સાગરભાઈ ગોકળભાઇ , અમીતભાઈ રસિકભાઈ સિઘ્નપરા , વિરેન્દ્રસિંહ વિક્રમસિંહ રાઠોડ , ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા , લાખુભાઈ ગંભીરસિંહ સહિતના સ્ટાફે પોલીસ ડોગ કેપ્ટોને સાથે રાખી તપાસ કરતા શારદબેન દિનેશભાઈ લણાગરીયાના ઘર માંથી પોલીસ ડોગ કેપ્ટોએ રૂૂ.45700 ની કીમતનો 914 ગ્રામ ગાંજો શોધી કાઢ્યો હતો. આ ગાંજો શારદાના પ્રેમીના પિતા જેતપુરના હનીફ ભાઈ સીતારભાઇ રફાઈએ પાસે થી લીધો હતો હનીફને આ ગાંજો વિરપુર ખાતે રહેતા સાધુએ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હોય પોલીસે શારદા સહીત ત્રણેય સામે એન.ડી.પી.એસ. કલમ – 8(સી), 20(બી), (2-એ), 29 મુજબનો ગુન્હો નોંધ્યો હતો.
જેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યો
જેતપુરમાં પોલીસે , બોખલા દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પોલીસના સ્નીફર ડોગને સાથે રાખી દરોડો પાડતા પોલીસ ડોગે મહિલાના ઘર માંથી રૂૂ.47 હજારનો ગાંજો…
