ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ શહેરમાં ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ સીટી પોલીસે ગેરકાયદેસર સીલીકા (રેતી) ભરેલા બે…

ગોંડલ શહેરમાં ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ સીટી પોલીસે ગેરકાયદેસર સીલીકા (રેતી) ભરેલા બે મોટા ડમ્પર ઝડપી પાડી કુલ 60 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ખનન અને વહનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે ગોંડલ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.ઝાલા અને તેમની ટીમ રાત્રિ દરમિયાન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બે શંકાસ્પદ વાહનો મળી આવ્યા હતા.

ગોંડલ ઘોઘાવદર રોડ પરથી અશોક લેલન્ડ કંપનીનું ડમ્પર ટ્રક (રજી.નં. GJ-33-T-4976) 45 ટન સીલીકા (રેતી) ભરેલ ટ્રક (ડમ્પર) કિંમત રૂૂ. 25,00,000/-, ગોંડલ મોવિયા રોડ, રૂૂપાવટી ચોકડી પાસેથી અશોક લેલન્ડ કંપનીનું એક મોટું ડમ્પર ટ્રેઇલર 42 ટન સીલીકા (રેતી) ભરેલ ટ્રેઇલર (18 વ્હીલર, રજી.નં. GJ-03-CW-0043) 35,00,000/- મળી કુલ મુદ્દામાલ રૂૂ. 60,00,000/- સાથે વાહનોને કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે રાખ્યા છે.

પોલીસે બંને વાહનોના ડ્રાઇવરોને આર.ટી.ઓ. મેમો તેમજ ખાણખનિજ ખાતાનો મેમો આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ કસૂરદારો સામે યોગ્ય દંડ વસૂલ કરવા માટે રાજકોટ કચેરીના ભુસ્તર શાસ્ત્રી અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે. આ સફળ કામગીરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. ઝાલા, પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, મહાવીરભાઈ બોરીચા, પો.કોન્સ. હરેશભાઈ લુણી, યોગેશભાઈ બાલાસરા અને ડ્રા.પો.કોન્સ. વિનુભાઈ તલસાણીયા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *