જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રૂૂ. 65,350 તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સરૂૂ સેકશન રોડ સ્થિત સરલાબેન ત્રિવેદી ભવનના પાર્કિંગમાં તીનપત્તીનો જુગાર રમા તો હોવાની બાતમીના દરે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટુકડીએ કરોડો પડ્યો હતો જ્યાં જુગાર રમતી ઇલાબા સહદેવસિંહ ચુડાસમા, આશાબેન કેશુભાઈ મોઢવાડિયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા, સતીબેન હરીશભાઈ ચાવડા, હીનાબા બલવીરસિંહ ગોહીલ અને આરાધ્યાબા દીલીપસિંહ ઝાલાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂૂ. 27,800 તથા ગંજીપત્તાના 52 પાનાં કબજે કર્યા હતા.
જામનગર શહેરમાં સીટી બી. ડિવિઝન પોલીસે હાલાર હાઉસ પાછળ આરોગ્ય કેન્દ્ર પાસે જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મહેબુબ કાસમભાઈ વારિયા, ફીરોજભાઈ ઓસમાણભાઈ સિપાઈ અને યાકુબભાઈ મહમદભાઈ દરજાદાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂૂ. 3,620 અને ઘોડીપાસાના પાસા કબજે કર્યા હતા.
સીટી સી ડિવિઝનની સર્વેલન્સ ટીમે ગોકુલનગર રડાર રોડ પર રામ હોટેલ સામે કનૈયા હેર આર્ટવાળી ગલીમાં તીનપત્તીનો જુગાર રમતા નિરજ ગિરેન્દ્ર કુશવાહા, લકી માનસીંગ રાજપૂત, રાજકુમાર ફુલસિંહ કુશવાહા, મખન દેવીપ્રસાદ પટેલ, મુકેશ રામનરેશ, રાજેશ ઉદલસિંહ કુશવાહા, દિપુ નિયામત અલી, અજયકુમાર નવાબસિંહ પટેલ, રોહિતકુમાર પ્રમોદકુમાર લોદી, શર્બેશકુમાર રઘુનાથ કુશવાહા અને દિપક લખનસિંહ ગૌતમને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂૂ. 32,550 તથા ગંજીપત્તાના 52 પાનાં કબજે કર્યા હતા.
આ ઉપરાંત સીટી સી. ડિવિઝ પોલીસે શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર ચલાવતા વલીમામદ ગુલમામદ ચના સંધીને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂૂ. 1,380 તથા વર્લી મટકાનું સાહિત્ય કબજે કર્યું હતું.
જામનગર જિલ્લામાં એક જ દિવસમાં થયેલી આ ચારેય કાર્યવાહીમાં 6 મહિલા સહિત કુલ 21 આરોપીઓ ઝડપાયા છે, અને તેમની પાસેથી રૂૂ. 65,350ની રોકડ તેમજ ઘોડીપાસાના પાસા, ગંજીપત્તાના પાનાં અને વર્લી મટકાનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુના નોંધી પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
