સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ

ધારદાર હથિયાર, મોબાઇલ, ચાવી સાથે પ્રવેશ કરનાર શખ્સની યોજનાને નિષ્ફળ બનાવી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ…

ધારદાર હથિયાર, મોબાઇલ, ચાવી સાથે પ્રવેશ કરનાર શખ્સની યોજનાને નિષ્ફળ બનાવી

ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદીર ખાતે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ અને એલર્ટ છે.

ઉચ્ચ અધિકારીઓ ની સુચના મુજબ સુરક્ષા વ્યવસ્થાની સુદૃઢતા તપાસવા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા ખાનગી માણસોને તૈયાર કરી સરપ્રાઇઝ મોકડ્રીલ/ડીકોય નું આયોજન કરવામાં આવેલ, જેમાં ખાનગી માણસો તથા પોલીસના માણસોએ વેશપલટો કરી મંદીરમાં ધારદાર હથિયાર, ડીઝીટલ ઘડીયાળ/ચાવી, મોબાઇલ સાથે પ્રવેશ કરવાનું આયોજન કરેલ અને સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરેલ.
ઉપરોકત ડીકોયમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સતત સુચના અને માર્ગદર્શન મુજબ સોમનાથ મંદીર સુરક્ષાના પો.ઇન્સ. આર.એન.જાડેજા તથા સુરક્ષા કર્મચારી જી.આર.ડી. તથા અન્ય તમામ સ્ટાફ સતર્ક રહેતા આ મોકડ્રીલ/ડીકોય નિષ્ફળ બનાવેલ.

આ મોકડ્રીલ/ડીકોઈનું આયોજન તા.18/12/2025 ના ક.19/00 થી ક.22/30 વચ્ચે એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઈ.ચા. પો.ઇન્સ.ડી.એમ.કાગડા નાઓની રાહબરી હેઠળ તથા પો.સબ ઇન્સ. આર.એચ. સુવા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ રાઠોડ તથા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. સુનીલભાઈ સોલંકી, તથા પો.કોન્સ મહેશભાઇ સોસા તથા તૈયાર કરેલ ખાનગી માણસોએ આ મોકડ્રીલની કામગીરી કરેલ હતી.

આમ મંદીરના વિવિધ ચેક પોઇન્ટ જેમ કે, ગૌરીકુંડ ચેક પોસ્ટ, એન્ટ્રી અને એકઝીટ ગેટ તમામ, જનરલ યાત્રિક પ્રવેશ દ્વાર, દિગ્વિજય દ્વાર પર ફરજ પર રહેલ પો.ઇન્સ. આર.એન.જાડેજા નાઓના સુપરવિઝનમાં સોમનાથ મંદીર સુરક્ષાની ફરજ પરની પોલીસે એલર્ટ રહી ફરજ બજાવી ડીકોઇ નિષ્ફળ બનાવેલ આ કામગીરી મા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *