રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન દારૂૂ પીધેલા, હથિયારબંધી, સીસીટીવી કેમેરા ન લગાવવા, શ્રમિકોની માહિતી ન આપવી તેમજ ગેસ્ટ હાઉસમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાહેરનામા ભંગના અનેક કેસો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શાપર-વેરાવળ વિસ્તારમાં હથિયારબંધી અને શ્રમિક વેરીફીકેશનનો ભંગ શાપર પોલીસ મથક હેઠળ પારડી અને મફતીયાપરા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ધારદાર છરીઓ સાથે નીકળેલા હરેશભાઈ હીરાભાઈ પરમાર અને મોહદિશ ઉર્ફે ડોન મહમદહુશેન કરાળ નામના શખ્સો ઝડપાયા હતા, જેમણે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત, વેરાવળ ગામની પીરામીડ ઇન્ડસ્ટ્રીઝના માલિક મીલનભાઈ મુકેશભાઈ કોરાટે પોતાના કારખાનામાં પરપ્રાંતીય મજુરો રાખવા છતાં પોલીસ સ્ટેશનમાં જાણ ન કરી જીલ્લા મેજીસ્ટ્રેટના શ્રમિક વેરિફિકેશનના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ભંગારના ડેલામાં સીસીટીવી નહિ લગાડનાર શાપર-વેરાવળમાં શાંતિધામ મેઇન રોડ પર આવેલા ’રામદેવ સ્ક્રેપ’ નામના ભંગારના ડેલાના માલિક વિનુભાઇ ચિમનભાઇ તેજવાણીએ પોતાના ડેલા પર સીસીટીવી કેમેરા ન લગાવી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટીયા પાસે આવેલા ’પ્રિયાંશી સ્ક્રેપ’ નામના ભંગારની દુકાને પણ રોહીતભાઇ ધીરજભાઇ સોલંકી દ્વારા સીસીટીવી ન લગાવવામાં આવતા ગુનો નોંધાયો હતો. ગેસ્ટ હાઉસ ચેકિંગ દરમિયાન વેરાવળના ’શ્રીનાથજી ગેસ્ટ હાઉસ’ ના સંચાલક ગીરીશભાઇ વજુભાઇ માથુકીયા અને ’નીલમ ગેસ્ટ હાઉસ’ ના સંચાલક નરેશભાઇ ચંપકલાલ ઓઝા દ્વારા મુસાફરોને રૂૂમ ભાડે આપી પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. ધોરાજી સિટી પો.સ્ટે. વિસ્તારમાં શૈલેષભાઈ લાઠીગરા નામના જ્વેલરે તેમની દુકાનમાં સીસીટીવી કેમેરા ન લગાવીને જાહેરનામાનો ભંગ કર્યો હતો, જે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને રોકવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ગોંડલ, વિંછીયા અને આટકોટમાં ધોકા-પાઇપ સાથે શખ્સો ઝડપાયા ગોંડલ તાલુકાના શેમળા ગામે જાહેરમાં છરી સાથે અનિલભાઇ નાથાભાઇ સાથલીયા ઝડપાયો હતો. વિંછીયા આંબલી ચોકી પાસે મોટરસાયકલ પર ગેરકાયદેસર લોખંડનો પાઇપ રાખીને નીકળેલા વિપુલભાઇ માધાભાઇ રાજપરા સામે ગુનો નોંધાયો હતો. જ્યારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુર ગામે લાકડાના ધોકા સાથે નીકળેલા સંદીપભાઈ સુરલાભાઈ બઘેલ નામના શખ્સ સામે હથિયારબંધી જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તમામ શખ્સોને નોટિસ આપી કાયદેસરની તપાસ શરૂૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
