ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઇદ-એ-મિલાદના તહેવારો આવતા હોય, આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો…

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઇદ-એ-મિલાદના તહેવારો આવતા હોય, આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા અને પી.આઈ. બી.જે. સરવૈયા સહિતના પોલીસ કાફલા દ્વારા બુધવારે ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *