‘ટાઢોડા’માં પોલીસનું ચેકિંગ: 19 પીધેલા, 10 હથિયાર સાથે ઝડપાયા

ગઈકાલે શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દારૂૂ પી વાહન ચલાવનાર સહિત 19 નશાખોરો પોલીસની ઝપટે ચડી…

ગઈકાલે શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દારૂૂ પી વાહન ચલાવનાર સહિત 19 નશાખોરો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં કુવાડવા રોડ પોલીસે બેડી માર્કેટિંગ યાર્ડ પાસેથી વિમલ લગવાડીયા, નવાગામ પાસેથી ગભરૂૂ માલકીયાને ઝડપી લીધો હતો. થોરાળા પોલીસે સીતારામનગર પાસેથી રાજેન્દ્ર ચાંચિયા, ચુનારાવાડ ચોક પાસેથી વિજય બારૈયા, ભક્તિનગર પોલીસે સોરઠીયાવાડી સર્કલ પાસેથી રવિ કોરિયા, સહકાર મેઇન રોડ પરથી અભિષેક પિત્રોડા, ભક્તિનગર સર્કલ પાસેથી હિરેન કક્કડ, ત્રિશુલ ચોક પાસેથી મનોજ મકવાણાને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.

આજીડેમ પોલીસ મથકના સ્ટાફને કોઠારીયા મેઇન રોડ પરથી મયુર ઝીલકા, તાલુકા પોલીસે એ.જી. ચોક પાસેથી કૈલાસ સોલંકી, વાવડી રોડ પરથી ભાવેશ ઠુંમર, ગાંધીગ્રામ પોલીસે છોટુનગર પાસેથી અનવર દરેશ, યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી હર્ષદ સોલંકી, રૈયાધાર મફતિયાપરામાંથી વિપુલ બાબરીયા, પ્ર.નગર પોલીસે જૂની કલેકટર કચેરી પાસેથી મનોજ સોલંકી, અશોક ગૌરીને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. ભક્તિનગર પોલીસે બાપુનગર ચાર રસ્તા પાસેથી મુકેશ પ્રજાપતિ સોરઠીયાવાડી સર્કલ પાસેથી મુકેશ ચારોલીયા તાલુકા પોલીસે એ.જી ચોક પાસેથી ધર્મેશ ડાભીને નશાની હાલતમાં ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત શહેર પોલીસે ગઈકાલે સઘન ચેકિંગ દરમિયાન 10 શખસોને છરી સાથે ઝડપી લીધા હતા. જેમાં લોહાનગર મેઇન રોડ પરથી ભીલો ઉર્ફે લાલો ચારોલીયા, એજી ચોક પાસેથી વિપુલ સોલંકી, જામનગર રોડ પરથી દિવ્યરાજસિંહ પઢિયાર, પરસોત્તમ કુબાવત, પારેવડી ચોક પાસેથી હાર્દિક ધરજીયા, નવાગામ આણંદપરમાંથી રોશન પાસવાન, બામણબોર ચેકપોસ્ટ પાસેથી અંકિત પાલ, દિવ્યેશ વડેચા, ભાવનગર હાઇવે પર હરીપર જવાના રસ્તા પાસેથી પીન્ટુ બારીયાને છરી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ પોલીસ જાગી,11 સામે ગુના નોંધ્યા
બે દિવસ પૂર્વે શહેરમાં અલગ અલગ બે સ્થળોએ દેશી દારૂૂના હાટડા ઉપર જનતા રેડ પાડવામાં આવી હતી. જે બાદ પોલીસને હવે દેશી દારૂૂના હાટડાઓ દેખાવા લાગ્યા હોય તેમ ગઈકાલ શહેર પોલીસે દેશી દારૂૂના 11 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં સોખડા સર્કલ પાસે રહેતી લક્ષ્મી સાડમીયા, બામણબોર જીઆઇડીસી પાસેથી રણજીત ખાચર, ખોડીયારપરામાં માયાબેન મકવાણા, માલધારી ફાટક પાસેથી શોભના વાઘેલા, યુવરાજનગર મફતિયાપરા પાસેથી શાયર સાડમીયા,ત્રંબા ગામ પાસેથી વશરામ જખાણીયા, ગોંડલ રોડ માનસતા સરકારી આવાસ પાસેથી રાજુ બારૈયા, નાનામવા ભીમનગરમાંથી બીપીન વાળા, પુનિતનગર પાણીના ટાંકા પાસેથી બબલુ ઉર્ફે રમેશ સોલંકી, આંબેડકર નગર મેઇન રોડ મચ્છી માર્કેટ પાસેથી હિતેશ વાઘેલા, રેસકોર્સ રીંગરોડ એનસીસી ચોક પાસેથી વિજય સોલંકીને દેશી દારૂૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *