ઉના શહેરના અંબાજી નગર સોસાયટીમાં રહેતાકમલેશ તન્નાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી ઉના પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હવેલીમાં દર્શન દરમિયાન મહિલાનું પર્સ ચોરાયું CCTVમાં આરોપી દેખાયો પોલીસે આરોપીને ઝડપ્યો પણ FIR નોંધ્યા વગર છોડી મૂક્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તા. 30/મે/ શુક્રવારના રોજ કમલેશ તન્નાના બહેન ઉના-વરસિંગપુર રોડ પરની હવેલીમાં સપ્તાહમાં દર્શન કરવા ગયા હતા.સવારે 10:45 વાગ્યે તેમણે સ્ટેન્ડ પર પર્સ મૂક્યું હતું, જેમાં મોબાઈલ, રોકડ રૂૂ. 6,200/- અને 1 ગ્રામ સોનાની કંઠી હતી. દર્શન બાદ પર્સ ગાયબ હતું. તે જ દિવસે બપોરે 4:30 વાગ્યે ફરિયાદી ઉનાપોલીસ સ્ટેશને પહોંચ્યા.પરંતુ FIR ને બદલે માત્ર અરજીલેવાઈ. તે અરજીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો.
આવેદનમાં આક્ષેપ છે કે, ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવી આરોપીને તેમની હાજરીમાં માર મારવામાં આવ્યો અને કહેવાયું કે, તમે જાવ, હવે અમે અમારી રીતે જોઈ લઈશું.પોલીસે પર્સ બતાવ્યું પણ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કર્યા વગર જ છોડી મૂક્યો.
પોલીસે ફરિયાદ લીધી નહીં એટલું જ નહીં, ચિંતા ન કરો, વસ્તુ મળી જશે એમ કહી પાછા કાઢ્યા.હોબાળો થતાં મંગળવાર ેપોલીસે સામેથી ફોન કરી ફરિયાદ નોંધાવવા બોલાવ્યા.ફરિયાદી એ સવાલ ઉઠાવ્યો કે, CCTV પુરાવા છે, આરોપી પકડાયો છે, મુદ્દામાલ મળ્યો છે, છતાં બે દિવસ સુધી FIR કેમ ન નોંધાઈ? આરોપીને કેમ છોડ્યો?
