તાલાલાના ગુંદાળા ગામે દારૂના દરોડા બાદ યુટ્યુબરને પોલીસે પકડ્યો, કાયદાનું ભાન કરાવ્યું

તાલાલા પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીતો બનેલો અને “રોયલ રાજા” તરીકે ઓળખાતો યુટ્યુબર દિનેશ ખીમાભાઈ સોલંકીના ‘રોયલ’ સામ્રાજ્ય પર ગીર સોમનાથ LCBએ ત્રાટકીને તેની ધરપકડ…

તાલાલા પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીતો બનેલો અને “રોયલ રાજા” તરીકે ઓળખાતો યુટ્યુબર દિનેશ ખીમાભાઈ સોલંકીના ‘રોયલ’ સામ્રાજ્ય પર ગીર સોમનાથ LCBએ ત્રાટકીને તેની ધરપકડ કરી છે. અગાઉ પોતાના નિવાસસ્થાને દારૂૂના દરોડા દરમિયાન પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહેલો આ શખ્સ આખરે કાયદાના સકંજામાં આવ્યો છે.

ગત તારીખ 25 માર્ચ, 2026ના રોજ, ગીર સોમનાથ LCBની ટીમે તાલાલા પોલીસ મથકની હદમાં આવતા ગુંદાળા ગામે મધરાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને 249 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર દિનેશભાઈ ઉર્ફે રોયલ રાજા સોલંકી રાત્રિના અંધકારનો ગેરલાભ ઉઠાવીને નાસી છૂટ્યો હતો, જેના પગલે તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(ઈ) અને 98(2) હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ રેન્જના DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે નાસતા ફરતા ગુનેગારોને સત્વરે ઝડપી લેવાના કડક આદેશો જારી કર્યા હતા.

આ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, તેમજ સબ ઇન્સ્પેક્ટર્સ એ.સી. સિંધવ અને એચ.એલ. જેબલીયાની ટીમે બાતમીદારોનું જાળ બિછાવ્યું હતું. ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાઓને આધારે ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગુંદાળાના રહેવાસી દિનેશભાઈ ઉર્ફે રોયલ રાજાને દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *