ગાંધીગ્રામમાં બંધાણીઓને ગાંજાની પડીકી બનાવી વેંચતા શખ્સને પોલીસે દબોચી લીધો

રાજકોટ શહેરમાં યુવાધનને નશાના માર્ગે જતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ સદંતર બંધ કરાવવાના ઉમદા હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા “સે નો ટુ…

રાજકોટ શહેરમાં યુવાધનને નશાના માર્ગે જતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ સદંતર બંધ કરાવવાના ઉમદા હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા “સે નો ટુ ડ્રગ્સ” મિશન શરૂૂ કરવામાં આવ્યું છે. આ મિશન અને ખાસ ડ્રાઇવના ભાગરૂૂપે અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને નાયબ પોલીસ કમિશનર ઝોન-2 રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવી અને તેમની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારમાં દરોડો પાડીને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના પી.એસ.આઈ. વી.ડી. રાવલીયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહીતદાન ગઢવી, રવીભાઇ ગઢવી અને શબ્બીરખાન મલેકને સંયુક્ત બાતમી મળી હતી કે ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે આવેલી ગંગેશ્વર મહાદેવ વાળી શેરીમાં એક વ્યક્તિ નશાકારક પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શેરી નં. 2/બ માં જાહેરમાં ઉભેલા નરસિંહભાઇ મુળજીભાઇ નાગર (ઉં.વ. 45) ને અટકાયતમાં લીધો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે તેની સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂૂ. 21,033/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂૂ. 15,033/- ની કિંમતનો 320.66 ગ્રામ ગાંજો, રૂૂ. 5,000/- ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ફોન અને માલસામાન રાખવા માટે વપરાતી પ્લાસ્ટિકની કોથળીઓનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી નરસિંહભાઇ નાગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પણ સંડોવાયેલ હતો.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવીની ટીમમાં એ.એસ.આઈ. ચેતનસિંહ ગોહિલ, રવીભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. અરૂૂણભાઇ બાંભણીયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શહેર પોલીસની આ કામગીરીથી નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *