કોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત…

બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો

રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત કરતા પરિવાર ઘેરા આઘાતમાં છે. વેપારીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં વેપારીએ જણાવ્યું કે બે લોકો જાકિર આમદ દલ અને સલીમ અસલમ દલએ ધમકીઓ આપી હોવાથી તે આ અંતિમ પગલુ લઈ રહ્યો છે.યુવાન વેપારીની આત્મહત્યાનો મામલો સામે આવતા આજીડેમ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિજનોએ વેપારીના આપઘાત મામલે ન્યાયની માંગણી કરતા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની માગ કરી હતી.

આ ફરિયાદમાં મૃતકના માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, બાપુનગરમાં ઇશાન મુસ્તુફાભાઇ કાસમાણી નામના શખ્સની હત્યા થઈ હતી. આ યુવાનની હત્યામાં ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણમાંથી એક શખ્સ અને અન્ય એક શખ્સના પિતા પણ વેપારી કમલેશને ત્યાં નોકરી કરતા હતા. વેપારીને ત્યાં નોકરી કરનાર ગુનેગાર અને તેમની સાથે સંબંધ રાખતા હોવાથી વેપારી કમલેશભાઈના પરિવારે આ લોકોને ભાડે આપેલ ઘર ખાલી કરવા કહ્યું હતું. વેપારીએ મદદની ના પાડતા અને ઘર ખાલી કરવાનું કહેતા આ માથાભારે શખ્સોએ અદાવત રાખી વેપારીને ધમકી આપી હતી.માથાભારે શખ્સોએ કમલેશ પ્રજાપતિને ધમકી આપતા કંટાળીને યુવાન વેપારીએ પોતાના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ મામલે બાપુનગર એકતા કવાર્ટરમાં રહેતા જાકિર આમદભાઈ દલની ધરપકડની કામગીરી પેરોલ ફર્લો સ્કોવર્ડના પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ જે.જી. તેરૈયા, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાંમતભાઇ ગઢવી, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને દોલતસિંહ રાઠોડએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *