ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપ

ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ શાપર વેરાવળમાં બાઈક ચોરીના…

ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ

શાપર વેરાવળમાં બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા સગીરે ચોરી ઉપર સે સીનાજોરી કરી હોય તેમ પોલીસ મથકમાં પોલીસે માર માર્યાના આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસે તપાસ માટે બોલાવી પટ્ટા વડે માર માર્યાનું જણાવ્યું હતું જો કે પોલીસ દ્વારા સગીર આરોપી બાઈક ચોરીના ગુનામાં આવી ગયો હોય જેથી તેને પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો અને ધરપકડથી બચવા તેણે પોલીસ ઉપર આક્ષેપ કર્યા હોવાનું જણાવ્યું હતું.જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતો 14 વર્ષિય સગીર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જ્યાં તેણે શાપર પોલીસે પટ્ટાવાળે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. સગીરે જણાવ્યું હતું કે, ગત રાત્રે તે કારખાને હતો ત્યારે શાપર પોલીસના કોન્સ્ટેબલે ફોન કરી તપાસ માટે પોલીસ સ્ટેશને આવવાનું જણાવ્યું હતું જેથી તે પોલીસ મથકે જતાં પોલીસ દ્વારા તેને પટ્ટાવાળે શરીરે અને ગળાના ભાગે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

જ્યારે આ અંગે શાપર-પોલીસ મથકના પીએસઆઈ રાણા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી સગીર બાઈક ચોરીના ગુનામાં આવી ગયો હોય ચોરાઉ બાઈક સાથે સીસીટીવી ફુટેજમાં પકડાઈ જતાં તેને ગઈકાલે રાત્રે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછમાં બાઈક ચોરીનો ગુનો પણ કબુલી લીધો હતો અને ચોરાઉ બાઈક પણ કાઢી આપ્યા હતાં. પરંતુ બાઈક ચોરીના ગુનામાં ધરપકડથી બચવા માટે સગીરે પોલીસ ઉપર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *