દ્વારકા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સંદર્ભે ફેક ન્યૂઝની સામે પોલીસ કાર્યવાહી થશે

રાજ્યમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ ડીઝલની અછત થવાના વહેતા થયેલા ખોટા અહેવાલો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ જાહેર જનતા જોગ એક સંદેશ જારી કરીને લોકોને…

રાજ્યમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ ડીઝલની અછત થવાના વહેતા થયેલા ખોટા અહેવાલો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ જાહેર જનતા જોગ એક સંદેશ જારી કરીને લોકોને ખોટી અફવાથી બચવા તેમજ પેટ્રોલ – ડીઝલનો બિનજરૂૂરી રીતે સ્ટોક ન કરવા અનુરોધ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જણાવાયું છે કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપમાં ઈંધણનો જરૂૂરી જથ્થો મળી ચૂક્યો છે. જેથી પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ બિનજરૂૂરી રીતે લાઈનો ન કરવા અપીલ કરાઈ છે. પેટ્રોલ-ડીઝલની અછતને લગતા કોઈપણ ફેક ન્યુઝ પર ભરોસો ન કરવા તેમજ આ અંગે સરકારી ઓફિસિયલ માધ્યમનો જ ભરોસો કરવા વધુમાં જણાવ્યું છે.

ઈંધણની અછતના ખોટા અહેવાલો વચ્ચે કેટલાક લોકો પેટ્રોલ ડીઝલને કેરબા તેમજ બોટલોમાં લઈ જતા જોવા મળે છે. આ કૃત્યને જોખમી ગણી, પોલીસ તંત્રએ આ રીતે પેટ્રોલ ડીઝલ ન મેળવવા અનુરોધ કર્યો છે. આ સાથે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સખત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી ફેક ન્યુઝ ફેલાવનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા એક નિવેદનમાં આપવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે સરકારના ઓફિસિયલ માધ્યમોને ફોલો કરવા પણ અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *