શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત

ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને…

ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ

અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.

નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક 62 વર્ષના વૃદ્ધ પગમાં તકલીફ થતાં ઙખઉંઅઢ કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું.મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું કે નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું. પીએમ-જય યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય છે એટલે ડોક્ટર છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલે પીએમ-જય યોજના હેઠળ કિડનીનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.

આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાતી હોવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યું તેમ છતાં તેઓની વધુ તબીયત બગડી અને 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. 30 દિવસ સુધી તેઓને સારવાર કરી પરંતુ મોટાભાગનો સમય તેઓ વેન્ટિલેટર પર જ રહ્યા છે ભાનમાં આવ્યા જ નથી. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના કારણે પરિવારજનોની માગ છે કે, તેમને ન્યાય મળે અથવા પરિવારને સહાય કરવામાં આવે.

જોકે હોસ્પિટલ તંત્ર દાવો કરે છે કે દર્દીની તબિયત ગંભીર હતી અને તેમણે શ્રેષ્ઠ સારવાર આપી હતી. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને કોઈ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા ન હતા. આ મામલે પોલીસ આગળની યોગ્ય તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *