રામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસ

સિટની વિશ્ર્વસનિયતા સામે શંકા ઉઠાવતા વેણુગોપાલ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત ચંદા ચોરી (દાનમાં ગેરરીતિ)નો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર…

સિટની વિશ્ર્વસનિયતા સામે શંકા ઉઠાવતા વેણુગોપાલ

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત ચંદા ચોરી (દાનમાં ગેરરીતિ)નો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ કથિત કૌભાંડ પર વડાપ્રધાન મોદીની ચુપકીદી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને ભાજપનું વલણ ’બેવડું’ હોવાનું ગણાવ્યું છે.

આ વિવાદ વચ્ચે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સત્તાવાર પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે વડાપ્રધાન મોદી પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે રામ મંદિર જેવા પવિત્ર સ્થાન સાથે જોડાયેલા આટલા મોટા કૌભાંડ પર દેશના વડાપ્રધાને મૌન ધારણ કરી રાખ્યું છે તે અત્યંત આઘાતજનક છે.

“રામ મંદિરના મુદ્દા પર દેશમાં ભાવનાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને તે એવા મુખ્ય કારણોમાંથી એક હતું જેના લીધે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. આજે જ્યારે તે જ પવિત્ર મંદિરના દાનમાં આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે તેમણે ચુપ્પી સાધી લીધી છે. આનાથી ભાજપનું બેવડું વલણ સ્પષ્ટપણે દેશની જનતા સામે આવી ગયું છે. તેઓ માત્ર પોતાના રાજકીય ફાયદા માટે ભગવાનના નામનો ઉપયોગ કરી રહ્યા છે.”
વિવાદ માત્ર કેન્દ્ર સરકાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ કોંગ્રેસે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને પણ આડે હાથ લીધી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ની વિશ્વસનીયતા પર કોંગ્રેસે ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *