વડોદરામાં વડાપ્રધાન મોદીની ભવ્ય સિંદૂર સન્માન યાત્રા

લોકોએ પુષ્પવર્ષા કરી ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, અનેરો ઉત્સાહ છલકાયો ચોતરફ તિરંગો લહેરાયો, સેંથામાં સિંદૂર સાથે લાલ રંગની સાડીમાં મહિલાઓ ઊમટી પડી PM…

લોકોએ પુષ્પવર્ષા કરી ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, અનેરો ઉત્સાહ છલકાયો

ચોતરફ તિરંગો લહેરાયો, સેંથામાં સિંદૂર સાથે લાલ રંગની સાડીમાં મહિલાઓ ઊમટી પડી

PM નરેન્દ્ર મોદી હાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. હાલ તેઓ વડોદરા પહોંચ્યા હતાં. જ્યાં તેમની ભવ્ય સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. પીએમ સાંજે અમદાવાદ અને ભુજમાં પણ રોડ શો કરવાના છે. તેઓ વડોદરાથી દાહોદ જશે. પીએમ મોદીના રોડ શોમાં જ્યાં જુઓ ત્યાં તિરંગો અને ઓપરેશન સિંદૂરની ગૂંજ સંભળાઇ હતી.

બહેનો લાલ રંગની સાડીમાં સેંથામાં સિંદૂર પુરીને આવી હતી. વડોદરા વાસીઓમાં પીએમ મોદીને આવકારવા ગજબનો જોશ જોવા મળ્યો હતો. પીએમ મોદી પણ હાજર જનમેદનીનું અભિવાદન ઝીલ્યુ હતું. પીએમ મોદીનો ઓપરેશ સિંદૂર બાદ ગુજરાતનો આ પ્રથમ પ્રવાસ છે.

ભગવા કોટી અને સફેદ કુર્તી લેંગામાં સજ્જ પીએમ મોદીના ચહેરા પર પણ વડોદરાવાસીઓનો ઉત્સાહ જોઇને ખુશી જોવા મળી રહી છે. બહેનોએ ગરબા કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. સિંદૂર સન્માન યાત્રા દરમિયાન મહિલાઓ અને ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન ઉપર પુષ્પવર્ષા કરીને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતાં.

પીએમ મોદીના આગમનને લઇને વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પીએમ મોદી પણ બે હાથથી હાજર સૌ કોઇનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતાં.વડાપ્રધાને આજે સવારે વડોદરા એરપોર્ટ ઉતર્યા બાદ સવારે 9:53 કલાકે એરપોર્ટથી રોડશો શરૂ થયો હતો. અને 10.19 કલાકે તિલક પાર્ટીપ્લોટ ખાતે પૂર્ણ થયો હતો. આ રોડ શોનું સિંદૂર સન્માનયાત્રા નામ આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના રોડ શોના પગલે સવારે 8 વાગ્યાથી જ લોકો રોડની બન્ને તરફ ગોઠવાઈ ગયા હતાં. ખાસ કરીને કેસરી સાડીમાં સજ્જ મહિલાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. એરપોર્ટ સર્કલ પાસે એક ખાસ સ્ટેજ ઉપર સિંદૂરનો ઘડો અને અરીસો મુકવામાં આવ્યો હતો. જ્યાં મહિલાઓએ સિંદૂર લગાવીને સેલ્ફી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *