Connect with us

રાષ્ટ્રીય

PM મોદીની CJIના ઘરે ગણપતિ પૂજાથી ચંદ્રચૂડની વિશ્ર્વસનિયતા સામે સવાલ

Published

on

વડાપ્રધાનની તરફેણમાં અને વિરોધમાં નામાંકિત વકીલો, નિવૃત્ત જજોના નિવેદનોનો મારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ગયા તેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. મોદીએ ચંદ્રચૂડના ઘરે આરતી કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનિયતા ખતમ કરી નાખી હોવાના આક્ષેપો સાથે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. મહેશ જેઠમલાણી અને હરીશ સાલ્વે જેવા કેટલાક વકીલો મોદી અને ચંદ્રચૂડના બચાવમાં પણ ઉતર્યા છે પણ આ વકીલોનાં હિતો ભાજપ સાથે સંકળાયેલાં હોવાથી તેમના બચાવને ગંભીરતાથી લેવામાં આવી નથી. વધુ પડતાં વકીલો મોદીની ઝાટકણી કાઢી રહ્યા છે.


ભાજપ પણ મોદીનો બચાવ કરી રહ્યો છે. મોદી ધાર્મિક આસ્થાના કારણે ચીફ જસ્ટિસના ઘરે ગયા હતા અને તેમની મુલાકાતને કારણે સુપ્રીમ કોર્ટની કામગીરી પર કોઈ અસર નહીં પડે એવી તેમની દલીલ છે. બંધારણવિદો અને વકીલો આ દલીલને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે, મોદીને પોતાની આસ્થા જ દર્શાવવી હતી તો કોઈ જાહેર ગણપતિ મંડપ કે ગરીબ વ્યક્તિના ઘરે પણ જઈ શક્યા હોત પણ તેમનો ઈરાદો ન્યાયતંત્ર અને ચીફ જસ્ટિસ પોતાના તાબા હેઠળ છે એવું બતાવવાનો છે. આ મુલાકાતને મોદી ખાનગી પણ રાખી શક્યા હોત પણ તેના બદલે તેમણે ઈરાદાપૂર્વક તેના વીડિયો અને ફોટા વાયરલ કરાવીને જસ્ટિસ ચંદ્રચૂડની ઈમેજને મોટો ફટકો મારી દીધો હતો.


વરિષ્ઠ વકીલોના મતે, મોદીએ ચંદ્રચૂડ પોતાના મિત્ર હોય એવો દેખાવ ઉભો કરીને ખૂબ ખરાબ મેસેજ આપ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સાથે પોતાને ઘરના સંબંધો હોવાનું બતાવીને મોદીએ દેશના ન્યાયતંત્રને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધું હોવાની ટીકા ટોચના વકીલો કરી રહ્યા છે. મોદીએ ચંદ્રચૂડના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને સરકાર અને ન્યાયતંત્રના સંબંધો અંગેની મર્યાદારેખા ઓળંગી છે એવી ટીકા પણ થઈ રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની પણ સંખ્યાબંધ જાણીતા વકીલ અને બંધારણવિદોએ આકરી ટીકા કરી છે. મોદીને પોતાના ઘરે ધાર્મિક કાર્યક્રમ માટે હાજર રહેવાનું નિમંત્રણ આપીને દેશના ચીફ જસ્ટિસે લક્ષ્મણરેખા પાર કરી દીધી હોવાની ટીકાઓ પણ થઈ રહી છે.


મોદી વિરોધી નિવેદનો ઉપર નજર નાખીએ તો ભારતના મુખ્ય ન્યાયાધીશે ચૂંટાયેલી પાંખ અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન માટે બનાવાયેલી રેખા ઓળંગીને વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ચીફ જસ્ટિસે ન્યાયતંત્રના સિધ્ધાંતો સાથે સમાધાન કર્યું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસના કૃત્યની આકરી ટીકા કરવી જોઈએ. ઇન્દિરા જયસિંહ ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ જણાવ્યું હતું.


ચીફ જસ્ટિસ ચંદ્રચુડે મોદીને પોતાના ઘરે ખાનગી બેઠક કરવાની મંજૂરી આપી એ વાત ચોકાવનારી છે. ન્યાયતંત્રની જવાબદારી મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, કોઈ પણ સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની છે. તેમણે આ મર્યાદા તોડી દીધી છે. પ્રશાંત ભૂષણ, જાણીતા વકીલ
બંધારણ દ્વારા સત્તાનું વિભાજન કરાયું એ પ્રમાણે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે અંતર જળવાવું જોઈએ. મોદી સાથે ચીફ જસ્ટિસની બેઠકના કારણે ન્યાયતંત્ર વિશેની લોકોની ઈમેજ પર અસર થઈ છે પણ ચુકાદા પર તેની અસર થતી નથી. જજ સ્વતંત્ર રીતે પોતાને આપવો હોય એ જ ચુકાદો આપે છે. જસ્ટિસ આર.એમ. લોઢા (ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ) એ કહ્યું હતું.


મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાત લઈને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો એ બિલકુલ યોગ્ય નથી. મોદીને કોને નિમંત્રણ આપેલું તેની મને ખબર નથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે, આ પ્રકારની મુલાકાતોને લીધે લોકોની નજરમાં ન્યાયતંત્રની ખરાબ અસર ઉભી થાય છે. તેના કારણે ચીફ જસ્ટિસના ભવિષ્યના ચુકાદાઓને અસર નહીં થાય પણ તેમની ઈમેજને ચોક્કસ થઈ છે.


તેના કારણે ખોટો મેસેજ ગયો હોવાનું જસ્ટિસ (નિવૃત્ત) ગોવિંદ માથુર (અલાહાબાદ હાઈકોર્ટ)નું માનવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે કોઈ પણ સંજોગોમાં જવાની જરૂૂર નહોતી. સુપ્રીમ કોર્ટ સામે સરકાર વિરોધી કેસો આવી રહ્યા છે અને લાંબા સમયથી માનવાધિકાર ભંગને લગતા કેસો પણ આવી રહ્યા છે એ સંજોગોમાં વડાપ્રધાન અને ચીફ જસ્ટિલની મુલાકાતના કારણે પીડિતો અને અરજદારોના મનમાં ભય પેદા થઈ ગયો છે. તેમ જસ્ટિસ (નિવૃત્ત) રેખા શર્મા (દિલ્હી હાઈકોર્ટ)એ જણાવ્યું છે.
ભારતના ઈતિહાસમાં કદી આવું બન્યું નથી. મારા મતે મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાતનો ફોટો મૂક્યો એ જ ખોટું નથી પણ મોદી તેમના ઘરે ગયા એ પણ ખોટું છે. મોદી અને ચંદ્રચૂડ બંને શું મેસેજ આપવા માગે છે એ સમજવાની જરૂૂર છે. આ મુદ્દો આસ્થાનો નથી પણ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો છે. તેમ દુષ્યંત દવે (સુપ્રીમ કોર્ટના વકીલ)એ કહ્યું છે.


મોદી તરફીમાં દેશના ચીફ જસ્ટિસ ન્યાયતંત્રના વડા હોવાને કારણે ઘરે ગણેશ પૂજા કરે કે વડાપ્રધાનને નિમંત્રણ આપે તેમાં ખોટું નથી પણ બંનેએ સાથે જાહેરમાં ન જવું જોઈએ. આ ઘટના સાથે ચીફ જસ્ટિસની પ્રામાણિક્તાને જોડી તેમને બદનામ કરતા આક્ષેપો બાલિશ અને અપરિપક્વ છે. આ ઘટનાને મદ્દો ના બનાવવો જોઈએ. તેમ જસ્ટિસ (નિવૃત્ત) કે. ચંદ્રુે (મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ) જણાવ્યું હતું.


મોદીની ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લેવાની વાતનો વિવાદ ઉભો કરાયો તેનું મને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ રાજકારણી કોઈ જજ કે ચીફ જસ્ટિસના ઘરે સામાજિક પ્રસંગ માટે ના જઈ શકે એ વાત જ વાહિયાત છે. ન્યાયતંત્ર અને સરકાર પોતપોતાનાં કામ કરે છે. તેમાં અંગત સંબંધો વચ્ચે ક્યાંથી આવ્યા? તેમ મહેશ જેઠમલાણી (સુપ્રીમ કોર્ટના વકીલ)નો મત છે.


વડાપ્રધાન ચીફ જસ્ટિસના ઘરે જાહેરમાં જાય ને પૂજા કરે તેની ટીકા કરે એ બિલકુલ નોનસેન્સ કહેવાય. કોઈએ ખોટું કામ કરવું હોય તો આ રીતે ધોળે દાહડે જાહેરમાં ના કરે. આ પ્રકારની વાતોને મોટું સ્વરૂૂપ આપી દેવાય અને ટોચના હોદા પર બેઠેલા લોકો તેને ઉછાળે એ જોતાં દેશનું બંધારણ ખતરામાં છે એવું લાગે છે. તેમ હરીશ સાલ્વે (ભૂતપૂર્વ સોલિસિટર જનરલ)નું માનવું છે.

રાષ્ટ્રીય

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

Published

on

By


બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે.


એક વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, પજો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે. દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.


દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

Published

on

By

ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.


આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.


તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

Continue Reading

રાષ્ટ્રીય

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Published

on

By

30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો

ગતની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની મોસ્ટ આઇકોનિક બ્યુટી પેજન્ટની આ 60મી વર્ષગાંઠ હતી, જેમાં મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું હતું. મુંબઈના વર્લીમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિતા એક અભિનેત્રી છે, જે 18 વર્ષની ઉંમરથી અભિનય કરી રહી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તાએ નિકિતાના માથા પર તાજ શણગાર્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ તેનો મિસ ઈન્ડિયા સેશ રજૂ કર્યો હતો.

આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની સાથે અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ રેમ્પ વોક કર્યું હતું. નિકિતાએ પોતાના કરિયરની શરૂૂઆત ટેલિવિઝન એન્કર તરીકે કરી હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાની વાત કરીએ તો અભિનય સિવાય તેને લેખનનો પણ શોખ છે, નિકિતાએ લખેલા નાટકમાં કૃષ્ણ લીલાના 250 પાના પણ છે. હોસ્ટિંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ પચંબલ પારથ છે.

Continue Reading
ક્રાઇમ29 mins ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

ગુજરાત35 mins ago

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

ગુજરાત37 mins ago

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

ગુજરાત40 mins ago

સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

ગુજરાત42 mins ago

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી44 mins ago

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

ગુજરાત50 mins ago

સોમનાથમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત નહીં, ત્રણ અઠવાડિયા પછીની મુદત પડી

ગુજરાત55 mins ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

ગુજરાત57 mins ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ1 hour ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય20 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય20 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત21 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending