ભાવનગર રોડ સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ પરમાર(ઉ.વ.50)ને પૈસાની લેતી દેતીમાં જયેશ મોહનભાઈ ચાવડાએ લાકડાના ધોકા વડે મારમારી બંને હાથમાં ગંભીર ઇજા કરી હતી.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માંડાડુંગરમા બાલાજી એસ્ટેટમા ખોડિયાર સ્ટીલ નામનું કબાટ બનાવવાનું કારખાનું ચલાવી વેપાર કરૂૂ છુ.ગઈ તા.13/10ના રોજ મારા મકાનનું કામ માંડાડંગર, બાલાજી પાર્કમાં ચાલતુ હોય જેનુ પ્લમ્બિંગ કામ માટે મે જયેશભાઈ મોહનભાઈ ચાવડાનો સંપર્ક કરી અને તેમને મે મારા મકાનનું પ્લમ્બિંગ કામ આપેલ અને તેમણે આખો દિવસ ત્યાં પ્લમ્બિંગ કામ કરેલ અને હું સાંજના સાડા પાં ચ-છ વાગ્યાની આસપાસ હું મારા મકાને ગયેલ અને ત્યા આ જયેશભાઈ પ્લમ્બિંગ કામ કરતા હતા અને ત્યાં અમારૂૂ કડીયા કામ કરતા મુકેશભાઈ પરમાર પણ હાજર હતા અને તે વખતે જયેશભાઈ એ મને જણાવેલ કે તમારૂૂ આજના દિવસનું કામ મે પુરૂૂ કરેલ છે તમે મને એડવાન્સ પાંચ હજાર રૂૂપીયા આપો કાલે તમારૂૂ પ્લમ્બિંગ કામ પુરૂૂ કરી દઈશ તેવુ મને કહેતા મે કહેલ કે મારી પાસે હાલ પાંચ હજાર રૂૂપીયા નથી અને હાલ બે હજાર રૂૂપીયા છે.તમને હું બે હજાર રૂૂપીયા આપુ છુ.
જેથી આ જયેશભાઈ મારી સામે જોઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેઓ મારી સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતા અને મે ગાળો બોલવાની ના પાડતા ત્યાં બાજુમાં સેન્ટીંગ કામનો સામાન પડેલ હોય જેમા થી એક લાકડુ લઈ આવી અને મને તે લાકડાનો એક ઘા જમણા હાથે બીજો ઘા માથામા અને ત્રીજો ઘા ડાબા હાથના પં જામાં મારી દિધેલ અને મને ઈજા થતા હું રાડો પાડવા લાગતા આ જયેશભાઈ ત્યાથી તુરંત જ નીકળી ગયેલ ત્યારબાદ મને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.મારે જમણા હાથની કલાઈમા તથા ડાબા હાથના પંજામા ફેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
