ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નાં પડઘમ વાગી ચુક્યા છે અને ધોરાજી નગરપાલિકા માં વહીવટ દારનું શાસન બાદ હવે ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે અને દરેક…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નાં પડઘમ વાગી ચુક્યા છે અને ધોરાજી નગરપાલિકા માં વહીવટ દારનું શાસન બાદ હવે ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પક્ષ નાં ઉમેદવારો પોતાનું ફોર્મ રજૂ કરી પણ ચુક્યા છે અને ચુંટણી ની પ્રક્રિયા બાદ કોઈ પણ પક્ષની બોડી ની રચના થાશે ત્યારે વાત કરીએ ધોરાજીમાં અંદાજે 350 જેટલા અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાના ઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકા ની હદમાં આવતાં હોય અને પ્રાથમિક સુવિધાઓ માટે ના તમામ પ્રકાર ના કરવેરા ભરી રહયા છે પણ પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કમ નશીબ એટલાં છેકે જ્યારે થી પ્લાસ્ટિક કારખાના ઓ અસ્તિત્વ મા આવ્યા ત્યાર થી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારનાં કરવેરા ભરવાં છતાં પ્રાથમિક સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ ભૂગર્ભ ગટર યોજના શુદ્ધ પાણી સાફ સફાઈ કે પછી સારાં રસ્તાઓ અત્યાર સુધી માં પ્લાસ્ટિક ઉદ્યોગકારો મળ્યા જ નથી ધોરાજી માં સૌથી વધારે તમામ નગરપાલિકા તંત્ર કરવેરા પ્લાસ્ટિક ઉદ્યોગકારો ભરવાં છતાં પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહયા છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકા માં કોઈ પણ પક્ષના નું શાસન આવે તેની પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ આશા અને અપેક્ષા રાખી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *