મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરાર

મૂળી તાલુકાના નાળિયેરી ગામે ગાયના ચાર વાછરડા ભરેલી એક મહિન્દ્રા પીકઅપ ગાડી ઝડપાઈ છે. ગ્રામજનોએ ગામની સીમમાં આવેલી વાડીમાંથી આ ગાડી સાથે એક શખ્સને પકડી…

મૂળી તાલુકાના નાળિયેરી ગામે ગાયના ચાર વાછરડા ભરેલી એક મહિન્દ્રા પીકઅપ ગાડી ઝડપાઈ છે. ગ્રામજનોએ ગામની સીમમાં આવેલી વાડીમાંથી આ ગાડી સાથે એક શખ્સને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. આ ઘટના મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ બની હતી. ગ્રામજનોએ એક શખ્સને રંગેહાથ પકડ્યો હતો, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વાછરડાઓને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ કામગીરીમાં લીમડી જિલ્લાના મૂળી પ્રખંડમાં બજરંગ દળના સંયોજક દશરથભાઈ પટેલ, ભરતભાઈ સિંધવ, જગુભાઈ ધીયડ, અરજીભાઈ ધીયડ, ભરતભાઈ અલગોતર, પરેશ રંગપરા, શિવાજી રાજગોર, દીપકભાઈ અને કિશન રાજ સહિતની ગૌરક્ષક ટીમે પીકઅપ ગાડી ઝડપી પાડી પોલીસને સોંપવામાં મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *