જામનગર પોલીસ વિભાગ ની એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા ને આજે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
પી.આઈ. વાય.જે. વાઘેલા અગાઉ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જે દરમિયાન જુના 3019 ની સાલના ધ્રોળ પોલીસ મથકના અપહરણના કેસની તપાસ ચલાવવામાં આવી હતી, અને તે તપાસમાં બેદરકારી દાખવવાના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, જેના સંદર્ભમાં આજે એસ.પી. દ્વારા આ પગલું લેવાયું હતું.
