રેન્જ આઇજી નિર્લીપ્તરાયે સસ્પેન્ડનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ
લોધીકાના પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી 11 લાખનો દારૂૂ ઝડપી લીધાના પ્રકરણમાં જવાબદાર પીઆઇ તથા પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઇજી નિર્લીપ્તરાય કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા પાસે આવેલ માખાવડ ગામની સીમમાં ફાર્મહાઉસમાં ગઇકાલે સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી 11.16 લાખનો દારૂૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અને મુખ્ય બુટલેગર ઉમેશ કાનાણી સહિતના અન્ય શખ્સોની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ વિજીલન્સે આ દરોડો પાડયો હતો અને સ્થાનીક પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ જીલ્લા પોલીસવડાને તપાસ કરવાનો હુકમ કર્યો હતો.દરમ્યાન આ દારૂૂ પ્રકરણમાં સ્થાનીક પોલીસની બેદરકારી ખુલતા રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ લોધીકાના મહિલા પી.આઇ. એસ.એમ. પરમાર, એએસઆઇ ગોપાલભાઈ મોહનભાઇ, હેડકોન્સ માવજીભાઈ જેઠાભાઈ, હેડકોન્સ. પિયુષભાઇ પરસોતમભાઈ, પો.કોન્સ. પ્રકાશભાઇ તથા પોલીસ કોન્સ. ખોડાભાઇ રામજીભાઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા રૂૂરલ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.લોધીકા પી.આઇ.ને સસ્પેન્ડ કરાતા લોધીકા પીઆઇનો ચાર્જ પી.એસ.આઇ. આઇ.એન. સરવૈયાને સોંપવાનો હુકમ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવેલ છે
